આ આતંકીઓના આકા બેઠાં બેઠાં પાકિસ્તાનમાંથી ફરમાન છોડી ભારતમાં આતંક ફેલાવે છે. ભારતમાં જન્મેલો મુસ્સરફ હિન્દુઓ અને સનાતનીઓનો કટ્ટર ભારત વિરોધી નીકળ્યો. મુનિર બે ત્રણ દિવસ પર એની ઝેર ઓકતો હતો. હિન્દુ પર અત્યાચારની ઝડી વરસાવતો હતો. તારા પેટમાં ભારત વિશે આટલું બધું ઝેર?! કરાંચીમાં પણ તારા જેવા જ ભરેલા છે. તને સંતોષ ન થયો? ઓ પાકિસ્તાન તું ખાંડ ન ખાતો.
તે પુલવામામાં નિર્દોશ જવાનોને બાળી દીધેલા, ઉરીમાં હુમલો કરાવેલો, 26/11નો પણ માસ્ટર માઈન્ડ તું જ છે. પેલો તહવ્વુર રાણા તો ભારતમાં જ છે. એ પણ રાણા એટલે રજપૂત જ પણ આ આતંકીઓનો આકા બની ભારત પર જૂલ્મ અત્યાચાર કરતો રહ્યો. જો તમારા તો ચીંથરા-ચીંથરા ઊડી જશે. ભારત સાથે જો વેર બાંધશે તો? ભારત પણ ચેતી જા. આ ગદ્દારોને સાથે ન રાખી શકાય. યુદ્ધ, કરીને આ નાપાકને રોળી નાંખ હવે વધારે સહન થતું નથી. તમારું હૃદય પીગળયું નહિ? આ નિર્દોષોના રકતથી?
સુરત – જયા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શું ભારત ઇઝરાઈલના રસ્તે જઈ શકે છે?
કાશ્મીરના પહેલગામનાં ભયાનક નરસંહાર કરનારા આંતકવાદીઓએ પાકિસ્તાનનાં ઇશારે આવુ અધમ કૃત્ય કર્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ફરી પાછા કાશ્મીરમાં હુમલા કેમ શરૂ થઈ રહ્યા છે તે તપાસનો વિષય છે કાશ્મીરી નેતા ફારુક અબ્દુલ્લાનું કહેવું છે કે કાશ્મીરીઓ પોતાના હક માટે લડવા આંતકવાદી બને છે ત્યારે સવાલ થાય છે કે કાશ્મીરી પંડિતોને સામૂહિક મોતને ઘાટ ઉતાર્યા તો કાશ્મીરી પંડિતો આંતકવાદી કેમ ન બન્યા? હિન્દુઓની કાશ્મીરમાં કેટલીય સામૂહિક કતલ કરી હતી, સ્ત્રીઓને લાજ લુટવામાં કોઈ કસર બાકી રાખી ન હતી, કાશ્મીરી ધરતી પરથી હિન્દુઓને નામશેષ કરવા આવો કાળોકેર વરતાવવામાં આવ્યો હતો.
વારંવાર આવા આંતકી હુમલાઓ થતા રહે છે જે ભારતની દુખતી નસ દબાવવા બરાબર છે અને તેને માટે જવાબદાર પાકિસ્તાન જ છે તો પછી ભારતે પણ હવે ઇઝરાયેલની જેમ પાકિસ્તાન પર હુમલો કરી દેવો જોઈએ યુદ્ધથી કોઈનું ભલું થતું નથી પરંતુ જો કાયમી શાંતિ થતી હોય તો થોડીઘણી ખુવારી વેઠવા પણ તૈયાર રહેવું પડે. ભારતે હવે કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થાપવાવ ઇઝરાઇલ મોડેલ અપનાવવું પડે તેવી હાલનાં સમયની માંગ છે. શું ભારત ઇઝરાઈલના રસ્તે જઈ શકે છે?
સુરત – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.