અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદનાની ફિલ્મ ‘પુષ્પા’નો જાદુ દરેક જગ્યાએ ચાલી રહ્યો છે. આ ફિલ્મનું ગીત શ્રીવાલી ખૂબ જ બ્લોકબસ્ટર સાબિત થયું છે. તમને જણાવી દઈએ કે આ ગીતને બોલિવૂડના પ્રખ્યાત ગાયક જાવેદ અલીએ અવાજ આપ્યો છે અને તેમના આ ગીત માટે દર્શકો તરફથી ખૂબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. તેમની સાથે ઇન્ટરવ્યૂ દરમ્યાન થયેલ વાતચીત પ્રસ્તુત છે:
પુષ્પામાં તમારું ગીત ‘શ્રીવાલી’ સમગ્ર ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યું છે તે વિશે શું કહેશો?
સૌ પ્રથમ, હું અત્યારે લોકો અને ચાહકોનો આભાર માનું છું અને હું અલ્લાતાલાનો આભારી છું કે આ ગીત આટલું મોટું હિટ બન્યું. લોકોએ આ ગીતને ખૂબ પ્રેમ આપ્યો.છે તે બદલ તમામ દાર્શકોનો પણ આભાર માનું છું.
પુષ્પામાં સિંગર તરીકે ગાવાનો અનુભવ કેવો રહ્યો?
હું તમને એક ખૂબ જ રસપ્રદ વાત કહેવા માંગુ છું, આ ગીત મેં છેલ્લી મૂવમેન્ટમાં ગાયું છે. મેં આ ગીત રિલીઝના ચાર દિવસ પહેલા ડબ કર્યું હતું. બન્યું એવું કે હું રાજા સરના રેકોર્ડિંગ માટે ચેન્નાઈ જઈ રહ્યો હતો, મને ડીએસપી દેવી પ્રસાદ જીનો ફોન આવ્યો, તેમણે કહ્યું કે તમે ગીત કરવા ચેન્નાઈ આવી શકો છો, મેં કહ્યું કે હું ચેન્નાઈ આવું જ છું, હું ચેન્નાઈ ગયો અને દેવી પ્રસાદજીને વિનંતી કરી, હું રાજા સાહેબનું પહેલું ગીત ગાવા આવ્યો છું, તો મારે તેમની સામે ફ્રેશ જવું છે, તો તેમણે કહ્યું કે જ્યારે તમે ફ્રી હો ત્યારે કહેજો . એક દિવસ મેં કોઈ કામ ન કર્યું, માત્ર હોટેલમાં જ રોકાયો,. બીજે દિવસે મને ફરીથી દેવી પ્રસાદજીનો ફોન આવ્યો અને કહ્યું જાવેદજી, તમે અહીં આવો. તમે મારું ગીત કરી લો, અને વચ્ચે રાજા સાહેબનો કોલ આવે તો તમે તેનું ગીત ગાવા માતે જતા રહેજો, અને મેં આ ગીત ગાયું, મને ખાતરી નહોતી કે આ ગીત આ મુકામે પહોંચશે. આ ગીત અમે અઢી કલાકમાં પૂરું કર્યું છે. આ ગીતમાં જ્યારે પૂરું કર્યું તુરંત રાજા સરનું ગીત ગાયું, ઉપર વાળાએ નક્કી કર્યું હશે કે તમારે આ ગીતને નવો અવાજ આપવો જોઈએ, જેથી પહેલું ફ્રેશ અવાજ મેં મેં શ્રીવલી ગાયું અને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
જ્યારે પણ તમને કોઈ ફિલ્મ માટે ગીતની ઓફર કરવામાં આવે છે, ત્યારે તમે કઈ વસ્તુને બારીકીથી જુઓ છો?
પ્રથમ તે ગીતની રચના, બીજું ગીતો, કારણ કે રિલિક્સ શું કહે છે તેની માંગ શું છે, રિલિક્સ તમને ક્યાં અભિવ્યક્તિ આપવી તે બતાવે છે. હું આ બાબતો પર બારીક નજર રાખું છું કે પછી ગીતનો મૂડ કેવો છે.એ બધું મારા માટે ખુબજ મહત્વનું છે
તમારી ગાયક કારકિર્દીના ઉતાર-ચઢાવ વચ્ચે તમે તમારી જાતને કેવી રીતે પ્રેરિત રાખો છો?
હું માનું છું કે મારે મારું કામ સારી રીતે કરતા રહેવું જોઈએ, કામ કોઈ નાની, મોટી વસ્તુ નથી, હું માનું છું કે તમે નાની ફિલ્મોમાં ગાઓ કે મોટી ફિલ્મો માટે ગાઓ, તમારું ડેડિકેટેડ એટલુ જ મજેદાર હોવું જોઈએ જેટલુ જરૂરી છે. અને હું મારું કામ પૂરા સમર્પણથી કરું છું. આ જ મને પ્રેરણા આપે છે.
આ મુકામે પહોંચ્યા પછી તમે તમારા પાસ્ટને કઈ નજરે જુઓ છો?
હું ક્યારેય માનતો નથી કે મેં ઘણું હાંસલ કર્યું છે, અથવા બધું મેળવ્યું છે, હું હંમેશા માનું છું કે મેં હમણાં જ શરૂઆત કરી છે. અને આ મારું પહેલું ગીત છે એમ વિચારીને હું દરેક ગીતમાં જુસ્સાથી ગાઉં છું એટલે હું પાછું વળીને જોતો નથી અને ભૂતકાળ તરફ જોતો નથી, હું આગળ વધવામાં માનું છું.
જ્યારે પ્રથમ વખત રીજેક્શનનો સામનો કર્યો ત્યારે મનમાં કેવો ખયાલ આવ્યો હતો ?
રીજેક્શન માણસને ઘણું શીખવે છે. તે તમને કહે છે કે તમારી પાસે કંઈક છે જેમાં તમારે વધુ સારું કરવાનું છે, ક્યારેક રીજેક્શન પણ નસીબની બાબત છે. તેથી તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું માનું છું કે જો તમને ક્યાંક રિજેક્શન મળે છે, તો તમે તેમાંથી જાણવાનો પ્રયાસ કરો છો, ક્યાં કારણે તમે રિજેક્ટ થયા છો. આ શોધીને, જો તમે તેને ઉધાર લઈ આગળ વધશો, તો તમે જીવનમાં આગળ વધતા જશો.
ઘણા સિંગર્સ પડદા પર આવી રહ્યા છે, તમે ક્યારેય એક્ટિંગમાં આવવાનું વિચાર્યું નથી?
મારું સંપૂર્ણ ધ્યાન ગાયન પર છે. અને એવો કોઈ વિચાર નથી કે હું અભિનય કરીશ. કારણ કે પહેલા હું સારું ગીત ગાવા પર ફોકસ કરવા માગું છું, અને લોકોનું મનોરંજન કરવા માંગુ છું, જો કોઈ મારામાં એક ખાસ પ્રકારની સ્પાર્ક જુએ અને મને લાગે કે મારે કોઈ ખાસ ભૂમિકા ભજવવી છે, તો હું કદાચ તે કરી શકું, પરંતુ મેં વિચાર્યું નથી.