મુંબઈ: બોલિવુડ (Bollywood) ક્યુટ કપલ કિઆરા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) 7 જાન્યુઆરીએ સાત ફેરા લીધા હતા. ચાહકો કિઆરા અને સિદ્ધાર્થના ફોટા (Photos) જોવા ઘણા આતુર હતા.કિયારા-સિદ્ધાર્થના લગ્નના ફોટાએ દરેકનું દિલ જીતી લીધું છે. કિઆરાના બ્રાઇડલ લુકે (Bridal Look) ચાહકોના દિવાના કરી દીધા હતા. ગુલાબી લહેંગામાં ગ્રીન જ્વેલરીમાં કિઆરા ખૂબ સુંદર લાગી રહી હતી. જ્યારે સિદ્ધાર્થ ગોલ્ડન શેરવાનીમાં પરફેક્ટ લાગતો હતો. કિઆરા અને સિદ્ધાર્થના સુંદર ડ્રેસ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા હતા.
7 ફેબ્રુઆરીની સાંજે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીએ તેમના ચાહકો સાથે તેમના લગ્નના સારા સમાચાર શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર ગઈકાલે રાતથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને મિસિસ મલ્હોત્રાની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકોને કિઆરા અડવાણીનો સિમપ્લ બ્રાઈડલ લુક ખૂબ જ ગમ્યો હતો. કિયારા અડવાણીએ ન તો લાલ જોડી પહેરી હતી કે ન તો લાલ બંગડીઓ પહેરી હતી. કિયારાએ ન્યૂડ મેકઅપ રાખ્યો હતો.
બહુ ખાસ છે મિસીસ મલ્હોત્રાની વેડિંગ જવેલરી
કિઆરા અડવાણી તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો ગુલાબી ઓમ્બ્રે ડિઝાઈન લહેંગા પહેર્યો હતો. એટલું જ નહીં, કિઆરા અડવાણીએ આ લહેંગા સાથે મનીષ મલ્હોત્રાના કલેક્શનમાંથી ઘરેણાં પણ પહેર્યા હતા. કિઆરા અડવાણીની આ જ્વેલરી અલ્ટ્રા-ફાઇન હેન્ડકટ હીરામાંથી બનાવવામાં આવી છે. આ કસ્ટમ મેઇડ સ્પેશિયલ ડાયમંડ જ્વેલરી સેટને મનીષ મલ્હોત્રાએ કિઆરા માટે ખાસ ડિઝાઇન કર્યો હતો. આ સાથે કિઆરા અડવાણીના તેના કલિરે અને ચૂડાના બ્રાઈડલ લૂક સાથે મેળ ખાતી પિંક ટોન બંગડીઓ પહેરી હતી. માંગ ટીકા, નેકપીસ, કાનની બુટ્ટીઓ અને બંગડીઓમાં કિઆરાના લૂકને સાઈનિંગ આપી રહ્યા હતા. અને તે ખૂૂબ જ સુંદર લાગી રહી હતી. પરંતુ જ્યારે કપલના ફોટોસ સામે આવ્યા ત્યારે ચાહકોનું ધ્યાન તેની ડાયમંડની રિંગ પર પડી હતી.
કિઆરાની રિંગ પર ધ્યાન ગયું કે નહીં તમારુ?
કપલના ફોટસ સામે આવ્યા ત્યારે ચાહકો કિઆરાને સિમ્પલ લૂકમાં જોઈ ખુશ થઈ ગયા હતા. ખાસ કરીને ચાહકોને પિંક લગ્નના જોડા પર ગ્રીન કલરની જ્વેલરી પસંદ આવી હતી.આ સાથે જ કપલના ફોટોસ સામે આવ્યા ત્યારે ચાહકોનું ધ્યાન તેની ડાયમંડની રિંગ પર પડી હતી. મનીષ મલ્હોત્રાની હીરાની જ્વેલરી અભિનેત્રીના દેખાવમાં આકર્ષણ વધારી રહી છે. વિશિષ્ટ અલ્ટ્રા-ફાઇન હેન્ડકટ હીરાથી બનેલું. કિયારાની જ્વેલરી ઝામ્બિયન એમેરાલ્ડમાંથી બનાવવામાં આવી છે. જવેલરી ડિઝાઈનર મૃણાલિની ચંદ્રાએ આ કલીરને ડિઝાઇન કર્યા છે.
કિઆરા અડવાણીનું મંગલસૂત્ર છે ખાસ
કિઆરા અડવાણીએ પહેરાલા ગ્રીન હેવી સેટમાં મંગળસૂત્રને જોવું ચાહકોને થોડીવાર લાગી રહી હોય પરંતુ તમને ધ્યાનથી જોશો તો તમને કિઆરાનું મંગળસૂત્ર દેખાશે. જે ગોલ્ડ અને બ્લેક મોતીથી તૈયાર કરવામાં આવ્યું છે. તસવીરોમાં ધ્યાનથી જોઈએ તો કિઆરાની માંગમાં લગાવેલું સિંદૂર સ્પષ્ટ દેખાય રહ્યું છે. જે બ્રાઈડલ લૂકને સંપૂર્ણ કરે છે. વેલ, મિસિસ મલ્હોત્રા લુકમાં કિઆરા અડવાણી ઘણી સુંદર અને ખુશ લાગી રહી છે.