Business

મોટા બાળકો થયા કે આપણે??

વે આ સવાલ નો સીધો જવાબ તો એજ હોય કે બંને મોટા થયા. આમ તો દરેક સજીવની ઉંમર સમય સાથે વધતી જ હોય છે એમાં વળી નવાઈ શેની ? આવાં તે કંઈ સવાલો હોતા હશે? પણ હકીકતે આ કટાક્ષમાં પુછાયેલો સવાલ છે એવા માતા-પિતા માટે કે ‘જે અમુક ઉંમર પછી બાળકોની તસદી ( તકેદારી/ જવાબદારી) ઓછી લે છે એવું માનીને કે હવે એ મોટા થઇ ગયા છે. હવે એમને ન કહેવાનું હોય.’ બાળકો ને અમુક ઉંમર પછી પોતાની અને સાથે સાથે થોડી સામાજિક(પારિવારિક) જવાબદારીઓ આપવી જોઈએ, એનો અર્થ એવો સહેજ પણ નથી થતો કે આપણે આપણી એમના પ્રત્યેની જવાબદારી માંથી છટકી જવાનું હોતું નથી.

ઉલ્ટાનું જેમ બાળકો મોટા થાય એમ તો આપણી જવાબદારી વધી જતી હોય છે. કારણકે બાળકો નાના હોય ત્યારે આપણી આસપાસ જ હોય અને આપણી આસપાસના એક માર્યાદિત વાતાવરણમાંજ હોય છે પણ જેમ-જેમ એ મોટા થતા જાય છે તેમ-તેમ બહારના પરિબળોનું અસરકારક આકાશ એમના માટે ખુલ્લું થતું જાય છે. જેથી બાળકો ઉપરની આપણી દેખરેખ વધતી જાય છે. પણ એનો અર્થ સતત ટોક-ટોક કરવું એવો નથી. “બાળક નાનું હોય છે ત્યારે આપણે એના વાલી (વ્હાલ કરનાર) છીએ પણ, એ જયારે મોટું થતું જાય છે ત્યારે મિત્ર સ્વરૂપે માર્ગદર્શક બનવાનું હોય છે.”

આજે મોટા ભાગના ટીનએજર્સ બાળકોના માતા-પિતાને તો એ ખબર જ નથી હોતી કે એમના બાળકો શું કરે છે ? ક્યાં જાય છે? તેઓ માત્ર ફરિયાદો કરવામાં જ વ્યસ્ત હોય છે કે બાળકો મોટા થઈને બગડી ગયા છે, કોઈનું માનતા જ નથી. પણ એ શું કામ નથી માનતા એ વિચાર્યું છે ક્યારેય?  મા-બાપ તરીકે પણ કેટલાંક સવાલો આપણે આપણી જાતને પૂછવા જોઈએ. પહેલા તો બાળક આપણું માનતો તો હવે કેમ નથી માનતો? શું બાળકો આપણું નથી માનતા એનું કારણ ક્યાંક આપણે જ તો નથી ને ? શું આપણે બાળકોને પ્રેમ કરવાની સાથે કેળવણી આપી છે ખરી ??

શું આપણે બાળકને પૂરતો સમય આપ્યો છે, ખીલવા માટે? આપણે એની ભૂલ પાછળ ટોક્યા જ કાર્ય છીએ કે પછી એની અમુક ભૂલો બદલ આપણે જ જવાબદાર છીએ એવું સ્વીકાર્યું છે ક્યારેય? ક્યારેય આપણે કરેલી એમના પ્રત્યે, એમના ઉછેર પ્રત્યેની ભૂલો માટે એની પાસે માફી માંગી છે ખરી?? ચાલો માફી તો ખૈર છોડો, પણ આપણે પોતે કરેલી કોઈ ભૂલોની વાતો બાળકો પાસે કરી છે ખરી ?? આપણે આપણી દિનચર્યા માં શું કર્યું ? શું સારું કે ખરાબ શીખ્યું એની વાતો ક્યારેય આપણા સંતાનો પાસે શેર (SHARE ) કર્યું છે? આમાંથી મોટા ભાગના સવાલો નો જવાબ આપણી પાસે ‘ના’ છે. અને છતાંય આપણે ઇચ્છીયે છીએ કે બાળક આપણી સાથે આ બધું જ કરે. HOW CAN IT POSSIBLE ?? ):

આપણે કોઈ વ્યક્તિ સાથે ક્યારે આપણી વાતો શેર કરીયે ? જયારે એ વ્યક્તિ પોતાની બધી વાતો આપણને શેર કરતો હોય ત્યારે જ ને ? આપણી વાતોમાં કદાચ દર વખતે સામેવાળાએ રસ લીધા જેવું કે એમને રસ પડે એવું નથી હોતું છતાંયે આપણી વાતને (કેરી ના) રસપૂર્વક સાંભળે છે. તો પછી આપણા બાળકોની વાતો આપણે કેમ ના સાંભળીયે? ભલે ને તે સૌ બેહૂદી કે બચકાની હોય. અને એમ પણ એ બાળક છે !! એની પાસે એવી જ વાતો હોય, એને એવા અને એટલા જ સવાલો હોય. એ કંઈ ફિલોસોફીની પોટલીયું આપણી સામે ના ખોલે કે જીવન નો સાર આ છે !! (અને એ ફિલસુફી કરનારાઓ પણ જીવન નો સાર બાળક ના દ્રાસ્તન્ટથી આપે છે એ વાત અલગ છે.) એ આપણી પાસે શેરબઝાર ની કે બીજી કોઈ માર્કેટ ની કે ટીવી સિરિયલોના પાત્રોની ચર્ચાઓ ના કરે. ( જો કે એ સારું છે) એટલે સરવાળે આપણે આપણી વાતો એમની સાથે શેર કરવી પડશે.. એ પણ મોકળા મને. તો અને તો જ એ આપણી સાથે SHARING કરી શકશે. અને ,,,, ‘SHARING થી જ CARING થાય !!’

Most Popular

To Top