અઝરબૈજાન એરલાઈન્સનું પ્લેન જે ક્રિસમસના દિવસે કઝાકિસ્તાનના અક્તાઉ નજીક ક્રેશ થયું હતું તેને રશિયાએ ભૂલથી તોડી પાડ્યું હોઈ શકે છે. ઘણા સમાચાર અહેવાલોમાં લશ્કરી નિષ્ણાતોએ આ આશંકા વ્યક્ત કરી છે. પ્લેન બાકુથી રશિયાના ગ્રોઝની જતી વખતે વિમાન આકસ્મિક રીતે સપાટીથી હવામાં પ્રહાર કરતી રશિયન મિસાઇલ અથવા વિમાનના ભેદી હુમલાનો શિકાર થયું હતુ.
કઝાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના અંગેના કેટલાક સમાચાર અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન રશિયન મિસાઇલ દ્વારા અથડાયું હતું. સંભવતઃ આ ઘટના ‘આકસ્મિક’ હતી. જ્યારે બાકુથી ગ્રોઝની રશિયા તરફ જતુ હતુ. તમને જણાવી દઈએ કે આ પ્લેનમાં સવાર 67 લોકોમાંથી 38 લોકોના મોત થયા છે. કુલ 62 મુસાફરો અને પાંચ ક્રૂ સભ્યોમાંથી માત્ર 29 જ બચી શક્યા હતા.
અહેવાલ મુજબ વિમાનમાં સવાર 67 લોકોમાંથી 38 લોકોના મોત થયા હતા, જેમાં 62 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. બચી ગયેલા 29 લોકોમાં 11 અને 16 વર્ષની બે નાની છોકરીઓ પણ હતી. આ અકસ્માતની તપાસ ચાલી રહી છે પરંતુ કેટલાક વિદેશી મીડિયા અહેવાલો – વોલ સ્ટ્રીટ જર્નલ, યુરોન્યુઝ અને સમાચાર એજન્સી એએફપીએ ઉડ્ડયન નિષ્ણાતોને ટાંકીને વિમાનના ફ્યુઝલેજમાં છિદ્રો અને પૂંછડીના ભાગ પરના નિશાનો તરફ ધ્યાન દોર્યું છે જે મિસાઈલના છર્રાથી થયેલા નુકસાનને અનુરૂપ છે.
અઝરબૈજાન એરલાઇન્સના પ્લેનમાં ઘણા કાણાં જોવા મળ્યા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એવા પણ અહેવાલ છે કે અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન તે વિસ્તારમાં ઉડાન ભરી રહ્યું હતું જ્યાં યુક્રેનિયન ડ્રોનની પ્રવૃત્તિ નોંધાઈ હતી. આ વિમાનમાં ઘણા છીદ્રો જોવા મળ્યા હતા.
રશિયન સૈન્ય બ્લોગર યુરી પોડોલ્યાકાએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે વિમાનના ભંગાર (તસવીરો)માં દેખાતા છિદ્રો “વિરોધી વિમાન મિસાઇલ સિસ્ટમ” દ્વારા થતા નુકસાન સમાન છે. તેમણે કહ્યું કે નુકસાન સૂચવે છે કે વિમાન આકસ્મિક રીતે એર-ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ સાથે અથડાયું હશે.
આ ઉપરાંત એવિએશન રિસ્ક મેનેજમેન્ટ ફર્મ ઓસ્પ્રે ફ્લાઈટ સોલ્યુશન્સના ચીફ ઈન્ટેલિજન્સ ઓફિસર મેટ બોરીને જર્નલને જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ રશિયામાં એરસ્પેસની સુરક્ષાની આસપાસના કાટમાળ અને સંજોગો સૂચવે છે કે વિમાન કોઈ પ્રકારની એન્ટી એરક્રાફ્ટ મિસાઈલથી અથડાયું હતું.