Charchapatra

ભારતે શું ખરેખર માલદીવ્સને ૪૮૫૦ કરોડ રૂપિયા આપ્યા?

માલદીવ્સને ૫૩૫ મિલીયન ડોલર (૪૮૫૦ કરોડ રૂપિયા) ની સહાય બાબતે ગેરસમજ પ્રવર્તે છે. હકીકતમાં ભારતે માલદીવ્સને ૫૬૫ મિલીયન ડોલરની ક્રેડીટ લાઈન (LoC) આપી છે. એટલે કે માલદીવ્સ ખાસ હેતુઓ માટે ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ માટે જ્યારે જરૂર પડે ત્યારે તેટલી રકમ વધુમાં વધુ ૫૬૫ મિલીયન ડોલરની મર્યાદામાં ઉપાડી શકે. જેમાં વ્યાજ દર ઘણો નીચો હશે. ભારત માલદીવ્સને એક સાથે ૫૬૫ મિલીયન ડોલર આપવાનું નથી કે માલદીવ્સ કોઈ પણ રકમ ઉપાડવા બંધાયેલુ નથી. તે સૌથી ઓછા વ્યાજની ક્રેડીટ લાઈન પસંદ કરશે. ચીને માલદીવ્સ સાથે ૨૦૧૭ માં દ્વિપક્ષીય કરાર કરી એક બીજાને કર રાહત (ટેક્ષ કન્સેશન) આપી છે. જે વ્યાપાર તથા નફા માટે ક્રેડીટ લાઈન કરતાં વધુ લાભદાયી છે. પ્રથમ વિશ્વના દેશો એક હાથે લોન આપે ત્યારે બીજા હાથે લોન તથા નફો ઘસડી થતી હોય છે.

લેણદાર દેશોને પોતાના જળ, જમીન, જંગલ અને મજુરીનો ૩૦ ટકા ભાગ પણ મળતો નથી. ભારતની ઘણી કંપનીઓ માલદીવ્સમાં ઈન્ફ્રાસ્ટ્રચર પ્રોજેકટ કરી રહી છે. મેં ઘણા બિહારના મજૂરો માલદીવ્સમાં જોયા છે. ભારતના નિવૃત્ત સૈનિકોને પણ સિક્યુરિટી ઓફીસર તરીકે માલદીવ્સમાં કામ કરતાં જોયા છે. જો ભારતની કંપનીને બીલ ચુકવવા માલદીવ્સ અસમર્થત હોય તો ભારત સરકારની ક્રેડીટ લાઈનનો ઉપયોગ કરી શકે અને ભારતની માલદીવ્સમાં કામ કરતી કંપની નાણાંના અભાવને કારણે અટવાઈ ન જાય કે પ્રોજેકટ બંધ ન કરવો પડે. બીજા તથા ત્રીજા વિશ્વના દેશો પ્રથમ વિશ્વની સહાયતા જાળ અને ચીનની ઋણ જાળ તરફ ધસી રહયા છે. અલબત, ચીને ૠણ જાળમાં શ્રીલંકાનું હેમ્બનટોટા બંદર પચાવી પાડયા બાદ માલદીવ્સ ચેતી ગયુ હશ તે.
સોલા, અમદાવાદ- કુમારેશ ત્રિવેદી            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top