World

શું એલિયન્સે બચાવ્યો ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ?, હુમલાની તસવીરમાં દેખાતી આ વસ્તુના લીધે ચર્ચા ઉઠી

નવી દિલ્હીઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. હુમલાખોરે ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી ટ્રમ્પના કાન પર વાગી હતી. જોકે, આ હુમલામાં ટ્રમ્પ બચી ગયા હતા. હવે આ અંગે એલિયન થિયરી સામે આવી છે.

હુમલાના દિવસે 13 એપ્રિલે પેન્સિલવેનિયામાં યોજાયેલી રેલીનો વીડિયો ફૂટેજ સામે આવ્યો છે જેમાં યુએફઓ જેવી કોઈ વસ્તુ આકાશમાં ઉડતી જોવા મળી છે. આ અંગેની નવી થિયરી કહી રહી છે કે એલિયન્સે ટ્રમ્પનો જીવ બચાવ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ટ્રમ્પને ગોળી મારવામાં આવી તેના થોડા સમય પહેલા એક ડિસ્ક જેવી વસ્તુ હવામાં અમેરિકન ધ્વજની આસપાસ ફરતી હતી. ટ્રમ્પને બચાવવા માટે સિક્રેટ સર્વિસના લોકો સ્ટેજ પર પહોંચ્યા કે તરત જ ત્યાં બીજી વસ્તુ જોવા મળી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સ હવામાં દેખાતા UFO ને ‘ગાર્ડિયન એન્જલ્સ’ કહી રહ્યા છે. તેમનું કહેવું છે કે યુએફઓએ ટ્રમ્પને ગોળીઓથી બચાવ્યા હતા. ટ્રમ્પે પણ હુમલાના થોડા દિવસો બાદ કહ્યું હતું કે ભગવાને તેમને હુમલાથી બચાવ્યા હતા. સોશિયલ મીડિયા સાઇટ X પર એક યુઝરે લખ્યું કે, ટ્રમ્પની રેલીઓમાં હંમેશા UFO હોય છે જે તેમની સુરક્ષા કરે છે.

એક દલીલ એવી પણ છે કે, હવામાં ઉડતી વસ્તુ ડ્રોન હોઈ શકે છે. પરંતુ કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પને સુરક્ષા કરતી સિક્રેટ સર્વિસ એજન્સી તે સમયે કોઈપણ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરી રહી ન હતી.

યુએફઓ એક્સપર્ટ એલેજાન્ડ્રો રોજાસે બ્રિટિશ અખબાર ‘ડેઇલી મેઇલ’ સાથે વાત કરતા કહ્યું કે લોકો જેને યુએફઓ માની રહ્યા છે તે ડ્રોન, પક્ષી અથવા બે માંથી એક હોઈ શકે છે. તેમણે કહ્યું, હવામાં દેખાતી વસ્તુઓ ખૂબ જ ઝડપથી ફરતી હોય છે અને જ્યારે તમે તેને ઝૂમ કરીને નજીકથી જુઓ છો ત્યારે તે અસ્પષ્ટ દેખાય છે જેના કારણે તેનું ચોક્કસ કદ નક્કી કરવું મુશ્કેલ છે. આવી ઘટનાઓને આવરી લેવા માટે મોટાભાગે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શૂટરે આ વિસ્તારમાં ડ્રોન પણ ઉડાડ્યું હતું.

ગોળી ટ્રમ્પના કાનને અડીને ગઈ હતી
ટ્રમ્પ પર 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે પોતે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલો હતા. ક્રૂક્સ અગાઉ યુએસ પ્રમુખ અને ડેમોક્રેટિક નેતા જો બિડેનને રાજકીય દાન આપતા હતા. ટ્રમ્પે પેન્સિલવેનિયામાં એક રેલીમાં બોલવાનું શરૂ કર્યું જ હતું જ્યારે એક ગોળી તેમના જમણા કાનને અડકીને નીકળી ગઈ હતી. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. સિક્રેટ સર્વિસના જવાનોએ હુમલાખોરને પણ સ્થળ પર જ ઠાર માર્યો હતો. હુમલા બાદ ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, મારે અહીં ન હોવું જોઈતું હતું, હું મરી ગયો હોત.

Most Popular

To Top