SURAT

વેકેશન પૂરું થતાં જ સુરતની આ ડાયમંડ કંપનીના રત્નકલાકારોએ કર્યા ધરણાં

સુરત(Surat): દિવાળી (Diwali) વેકેશન (Vacation) પૂરું થયા બાદ સુરતના હીરા ઉદ્યોગમાં (Diamond Industry) ટેન્શન શરૂ થઈ ગયું છે. મોટા ગજાની ડાયમંડ કંપનીના રત્નકલાકારોએ (Ratnakalakar) ફેક્ટરીમાં કામકાજ શરૂ થાય તે પહેલાં જ ધરણાંનો આંદોલનકારી માર્ગ અપનાવ્યો છે. આજે આ ફેક્ટરીના રત્નકલાકારોએ શ્રમ વિભાગમાં (Labour Department) જઈ મોર્ચો માંડ્યો હતો અને પોતાની માંગણી ઉગ્રતાથી રજૂ કરી હતી.

સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. દિવાળીના વેકેશન બાદ માંડ 20થી 30 ટકા કારખાના જ શરૂ થયા છે. ત્યારે જે બી બ્રધર (JBBrother) નામની હીરા કંપની સામે પૂર્વ રત્નકલાકારોએ જ મોર્ચો માંડ્યો છે. ગેજ્યુઈટીને લઈને રત્નકલાકારોએ ધરણા પ્રદર્શન (Protest) કર્યા છે.

જેબી બ્રધર હીરા કંપનીના પૂર્વ રત્નકલાકારોએ શ્રમ વિભાગ કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું છે. રત્નકલાકારો દ્વારા ગ્રેજ્યુઈટીને લઇ વિરોધ કરવામાં આવ્યો છે. પોતાના હક માટે 270 રત્નકલાકારો આંદોલનના માર્ગે આવ્યાં છે. છેલ્લા ઘણા સમયથી રત્નકલાકારો કંપની પાસે માંગ કરી રહ્યા છે. જો કે માગ ન સંતોષાતા આજે સોમવારે 11 ડિસેમ્બરે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કર્યું છે.

હાલ એક તરફ હીરા ઉદ્યોગમાં મંદી પ્રવર્તી રહી છે. ત્યારે રત્નકલાકારોને બે છેડા ભેગા કરવા દુષ્કર થઈ ગયા છે. ત્યારે પૂર્વ કર્મચારીઓને ગ્રેજ્યુઈટી જેવા હક્કના નાણા આપવામાં કંપની દ્વારા ઠાગા ઠૈયા કરવામાં આવતાં હોવાનું રત્નકલાકારોએ જણાવ્યું છે.

Most Popular

To Top