SURAT

સુરતમાંથી લાખોના હોરાનો હાથફેરો કરી ગયેલ વેપારીએ હિમાચલમાં ગ્રીન ટીનો ધંધો ખોલ્યો

સુરત: સુરત (surat)ના મહિધરપુરા હીરાબજાર (Hirabajar)માં ઓફિસ ધરાવતા અમરોલી કોસાડ રોડના હીરા વેપારી (diamond merchant) પાસે હીરા ખરીદવાના બહાને દલાલ મારફતે વરાછા મીનીબજારમાં એક જવેલરી શોપ (Jewelry shop)માં બોલાવી હૈદ્રાબાદના વેપારી તરીકે ઓળખ આપી નકલી હીરા વેપારી 18.27 લાખના હીરાના પડીકા સેરવી (diamond theft) ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન પોલીસે ગઈકાલે આરોપીને હિમાચલપ્રદેશ (Himachal pradesh)થી ઝડપી પાડ્યો હતો. આરોપીએ હિમાચલપ્રદેશમાં જઈને ગ્રીન ટી (Green tea)નો ધંધો શરૂ કર્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, અમરોલી કોસાડ ખાતે દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય અમિતભાઈ જયંતીભાઈ તાળા મહિધરપુરા ખાતે હીરાનો વેપાર કરે છે. તેમના જીજાજી ભાવેશભાઈ મારફતે હીરાદલાલ પિયુષ સિહોરાનો સંપર્ક કરી એક જ્વેલર્સમાં તેમની હૈદ્રાબાદના હીરા વેપારી અજય વાવડીયા સાથે મુલાકાત થઈ હતી. અજયે હીરા જોઈને અમિતભાઈને મારો ભાઈ બહાર ગયો છે તે કાલે આવે ત્યારે વધુ હીરા લઈને આવવા કહ્યું હતું. બીજા દિવસે અમિતભાઈ હીરાના ત્રણ પડીકા લઈ અજયની ઓફિસે પહોંચ્યા હતા. ઓફિસે દલાલ, અજય અને તેનો ભાઈ હાજર હતા. અજયે હીરા લઈને તેના ભાઈને બતાવવા આપ્યા હતા.

બાદમાં માળીયા પરથી ડબ્બો કાઢી તેમાંથી 1700 કેરેટ રફ હીરા કાઢી તેના ઉપર વ્હાઈટનર લાગ્યું છે તે કાઢી શકાશે કે કેમ? તેમ કહી વાતોમાં ભોળવી અમિતભાઈના હીરાના ત્રણ પડીકા પોતાના ટેબલના ડ્રોઅરમાં મુકી દીધા હતા. ત્યારબાદ રફ હીરામાંથી વ્હાઈટનર કાઢવાના બહાને બીજા રૂમમાં હીરા બોઈલ કરવાનું કહી ફરાર થઈ ગયો હતો. નકલી હીરા વેપારી બની અમિતભાઈના 18.27 લાખના હીરા સેરવી ફરાર થયેલા દીપકભાઈ ઉર્ફે અજય વાવડીયા મધુભાઈ દેવાણી (ઉ.વ.૩૨ હાલ રહે.-સ્વામીનાલા સુરૂગામ વાયા- જગતસુપ તા-મનાલી જિ-કુલુ, હિમાચલપ્રદેશ તથા રહે- એ/૧- ૩૦૪, આનંદવાટીકા સોસાયટી મોટા વરાછા અને મુળ આસોદર તા-લાઠી જિ-અમરેલી) ની હિમાચલ પ્રદેશથી ધરપકડ કરી છે. અજય હિમાચલપ્રદેશમાં ભાગી ગયો હતો અને ત્યાં જઈને ગ્રીન ટી નો ધંધો શરૂ કર્યો હતો.

અજયનો હાજર ભાઈ તેનો નોકર નીકળ્યો હતો

અજય ઘણા સમય સુધી પાછા નહીં આવતા અમિતભાઈએ માળીયામાં તપાસ કરી તો 2000ની ચિલ્ડ્રન બેંકની નોટોના બંડલ મળ્યા હતા. ત્યાં હાજર અજયના ભાઈને પકડીને પુછતા તે અજયનો ભાઈ ન હોવાનો ખુલાસો થયો હતો. અજયને હીરા જોતા આવડતું ન હોવાથી 15 દિવસથી તેને નોકરી ઉપર રાખ્યો હતો. અને ફોન કરે ત્યારે હીરા જોવા આવવાનું કહ્યું હતું.

અજયને ચાર વર્ષ પહેલા ઘરમાંથી કાઢી મુક્યો હતો

અજયની ધરપકડ થતા આજે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. અજયને ચાર વર્ષ અગાઉ ઘરમાંથી કાઢી મુકયો હતો. બાદમાં લકવાની અસર થતા હિમાચલપ્રદેશ સારવાર માટે ગયો હતો. અને ત્યાં જ રહેતો હતો. હિમાચલપ્રદેશમાં ગ્રીન ટીનો ધંધો શરૂ કર્યો હતો. તે છેતરપિંડીના આ ગુનાનો માસ્ટર માઇન્ડ છે. તેનો એક સાથી હાલ જેલમાં છે.

Most Popular

To Top