SURAT

સુરતમાં ચેવડાના પેકેટમાંથી મળ્યા કરોડોના હીરા, જુઓ વીડિયો

સુરત (Surat) : કસ્ટમ (Custom) અને ડીઆરઆઈના (DRT) અધિકારીઓએ બુધવારની રાત્રે સુરત કસ્ટમ એરપોર્ટ (Surat Airport) પરથી એક પેસેન્જરને (Passenger) 6.45 કરોડ રૂપિયાના હીરા (Diamond) સાથે ઝડપી (Arrest) પાડ્યો છે. તેની પાસેથી 5 હજાર યુએસ ડોલર (Dollar) પણ મળી આવ્યા છે.હીરા અને ડોલર બંનેનો કોઈ ડોક્યુમેન્ટરી રેકોર્ડ પેસેન્જર પાસેથી ન મળતા કસ્ટમ વિભાગે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કર્યો છે. કસ્ટમ અધિકારીઓને શંકા છે કે આ હવાલા રેકેટનો (Hawala Scam) એક ભાગ છે.

  • ઉધનાના જાવેદખાન પઠાણને હીરા સ્મગલ કરીને લઈ જવાના 30 હજાર રૂપિયા મળ્યા હતા
  • જાવેદખાન પાસેથી 5 હજાર યુએસ ડોલર પણ મળ્યા, હીરો માકલનાર માલિકનું નામ પણ મળ્યું
  • કસ્ટમને શંકા છે સુરતથી ગેરકાયદેસર હીરા દુબઈ લઈ જવા એ હવાલા રેકેટ છે

કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરત કસ્ટમ એરપોર્ટ પરથી શંકાના આધારે પેસેન્જર જાવેદખાન લીયાકતઅલી પઠાણ(રહે. હનુમાન મહોલ્લો, મોહમ્મદી મસ્જીદ,ઉધના)ને ઝડપી પાડ્યો છે. જાવેદખાન એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સુરતથી શારજહા જતો હતો. તેની પાસેથી 5 હજાર યુએસ ડોલર અને એક પેકેટમાંથી 6.45 કરોડ રૂપિયાના હીરા મળી આવ્યા હતા. જાવેદખાનને એક મોટી પાર્ટીએ આ હીરા વાયા શારજહા થઈને દુબઈ પહોંચાડવા આપ્યા હતા. તે માટે જાવેદખાનને 30 હજાર રૂપિયા મળ્યા હતા. જાવેદખાને પહેલી જ વખત આવી રીતે હીરા સ્મગલ કરતો હોવાની કબૂલાત કસ્ટમ અધિકારીઓ સામે કરી છે. જાન્યુવારી મહિનામાં જ તેનો પાસપોર્ટ બન્યો હતો.

આવી રીતે કસ્ટમ વિભાગે હીરા શોધી કાઢ્યા
કસ્ટમ વિભાગે જાવેદખાન પાસેની બેગ કબજે કરી હતી. બેગમાં એક પેકેટ હતું. તેમાં તૈયાર ચેવડાના પેકેટ સિલપેક પેકેટ હતા. અધિકારીઓએ જાવેદખાનને તે બાબતે પુછતા તેણે કહ્યું હતું કે, પેકેટમાં ચવાણુ અને ચેવડો છે. પરંતુ અધિકારીઓને તેના હાવભાવ જોઈને લાગ્યું હતું કે ચેવડાની અંદર કોઇ શંકાસ્પદ વસ્તુ છે. સીલબંધ પેકેટ હાથથી ખોલતા તેમાં નાની-નાની ડબ્બી જેવું કઇ લાગ્યું હતું. એટલે અધિકારીઓએ જાવેદખાન અને બે પંચોની સામે પેકેટ ખોલ્યા હતા. ચેવડાની વચ્ચે નાના-નાના પેકેટ હતા. તે પેકેટની અંદર બીજા પેકેટ હતા. તેની અંદર કાર્બન પેપર લપેટેલા બીજા પેકેટ હતાં. તે પેકેટમાં હીરા સંતાડવામાં આવ્યા હતાં. હીરાની કિંમત નક્કી કરવા માટે કસ્ટમ અધિકારીઓએ ગવર્મેન્ટ એપ્રુવડ વેલ્યુઅરને બોલાવ્યા હતા. તેમણે 2763.10 કેરેટના હીરાની કિંમત 6.45 કરોડ આંકી હતી.

સુરત એરપોર્ટ ઉપરથી રૂ.6.45 કરોડના હીરા સાથે ઝડપાયેલો આરોપી કસ્ટડીમાં મોકલાયો
સુરત : એર ઇન્ડીયાની સુરત-શારજાહની ફ્લાઇટના મુસાફરોનું ચેકીંગ ચાલી રહ્યું હતું ત્યારે એર ઇન્ટેલિજન્સ યુનિટ (કસ્ટમ)ને ઉધનાના પઠાણ જાવેદખાન લિયાકત અલીને રૂ.6.45 કરોડના હીરા સાથે ઝડપી પાડ્યો હતો. આજે તેને કસ્ટમ વિભાગે કોર્ટમાં રજુ કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ઉધના મોહમદી મસ્જીદ હનુમાન મહોલ્લા ખાતે રહેતા પઠાણ જાવેદખાન લિયાકતઅલી (ઉ.વ.47)એ ગઇકાલે સુરત-શારજાહ એર ઇન્ડીયા ફ્લાઇટ માટે બોર્ડીંગ કર્યું હતું. દરમિયાન કસ્ટમ ચેકિંગ માટે ડિપાર્ચર હોલમાં મુસાફરોને રોકવામાં આવ્યા હતા. મુસાફરોની બેગનું સુરત કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટના ઇન્સ્પેક્ટર હિમત સિંગ દ્વારા ચેકિંગ કરાઇ રહ્યું હતું. ત્યારે જાવેદખાન પઠાણની બેગમાંથી કાર્બન પેપરમાં વિટાળેલા જીપ લોકવાળા પ્લાસ્ટિક પાઉચમાંથી હીરા મળી આવ્યા હતા. આ હીરાનું વેલ્યુએશન કરાવતા તેની કુલ કિંમત રૂ.6.45 કરોડ થઇ હતી. આ ઉપરાંત જાવેદખાન પઠાણના પાકીટમાંથી 5 હજાર યુએસ ડોલર પણ મળી આવ્યા હતા. હીરા અંગે જાવેદખાન પઠાણ યોગ્ય ખુલાસો નહીં કરી શક્તા કસ્ટમ વિભાગ દ્વારા તેને અટકાયતમાં લઇ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. દરમિયાન આજે કસ્ટમ વિભાગે જાવેદખાન પઠાણને ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં રજુ કર્યો હતો. જેમાં સરકારી વકીલ ધર્મન્દ્ર પ્રજાપતિ હાજર રહ્યા હતા. કોર્ટે તેને કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

Most Popular

To Top