SURAT

હીરા બજાર બંધ કરતા હીરા દલાલોને ઘર ચલાવવામાં ફાંફા પડવાના એંધાણ

સુરત: શહેર(surat city)માં સતતા કોરોના(corona)ના કેસો વધી રહ્યા છે જેને પગલે લોકોમાં ભયનો માહોલ છે. હીરા બજારમાં પણ વેપારીઓ અને હીરાદલાલોમાં ભય ફેલાયો છે. કેટલાક લોકો સ્વૈચ્છિક રીતે બંધ રાખવાની વાત કરી રહ્યા છે. ત્યારે હીરા બજાર બ્રોકર એસો.ના પ્રમુખ નંદલાલ નાકરાણીએ સોશિયલ મીડિયા(social media)ના માધ્યમથી હીરા વેપારીઓ અને દલાલો(broker)ને હીરા બજાર ચાલુ રાખવાની અપીલ કરી છે.

નાકરાણીએ જણાવ્યું હતું કે, હીરા બજાર બંધ થવાથી હીરા દલાલોને ઘર ચલાવવાનાં ફાંફાં પડવાનો પણ ડર છે. તેવી જ રીતે ઓફિસ સ્ટાફ અને કારખાનામાંના રત્નકલાકારોને પણ આની અસર આવી શકે છે. કોરોના નેગેટિવ રિપોર્ટ હોય અને વેક્સિન લીધી હોય તેવાને હીરાબજારમાં એન્ટ્રી આપવામાં આવે. બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ અને વધારાના સ્ટાફને કામગીરી સોંપીને યોગ્ય ચેકિંગ કરવામાં આવે તો જ પરિસ્થિતિ સુધરી શકે.

આટલું કરવામાં આવે તો પણ હીરા બજાર બંધ કરવાની નોબત નહીં આવે. માત્ર પાંચ-સાત દિવસ હીરા બજાર બંધ કરવાથી કોરોના જશે નહીં. હીરા બજાર સાથે 3200 બ્રોકર સંકળાયેલા છે, તેમાંથી અડધા દલાલોને એક મહિનો બંધ રહેતાં ઘર ચલાવવાની મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે. ઓફિસ સ્ટાફના અને રત્નકલાકારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે.

ઓછા નફે અથવા તો નફા વગર ધંધો કરીને કારખાના ચાલુ રહે એ માટે બજાર ચાલુ રાખવું જોઈએ. હીરા બજાર અને હીરા ઉદ્યોગમાંથી લાખો લોકો રોજગાર પ્રાપ્ત કરતા હોય છે. કોરોના કેટલા દિવસે કંટ્રોલ થાય એની કોઈની પાસે માહિતી નથી. પંદર દિવસ બંધ રાખવાથી કોરોના જતો રહેવાનો નથી.

Most Popular

To Top