Health

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓના સંખ્યા 10 કરોડથી વધુ, ICMRના રિસર્ચમાં થયો મોટો ખુલાસો

નવી દિલ્હી : ભારતમાં ડાયાબિટીસના (Diabetes) લઈ એક મોટો ખૂલાસો સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 10 કરોડથી પણ વધારે લોકો ડાયાબિટીસના દર્દીઓ છે. UK મેડિકલ જર્નલ (UK Medical Journal) ‘Lancet’ માં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાલમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ જર્નલના રિપોર્ટ અનુસાર ભારતમાં 101 મિલિયનથી વધુ લોકો ડાયાબિટીસનો શિકાર બન્યા છે. આ સર્વેમાં 20 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સમાવેશ કરાયો છે.

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જો આંકડાઓની વાત કરીએ તો 2019માં આ આંકડો 7 કરોડની નજીક હતો. જ્યારે હાલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટ અનુસાર આ આંકડો 10 કરોડથી પણ વધુ છે. તેનો મતલબ કે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ભારતમાં ડાયાબિટીસના દર્દીની સંખ્યામાં 3 કરોડનો વધારો થયો છે. જો વાત કરીએ તો ભારતમાં ડાયાબિટીસનો આંકડા કેટલાક રાજ્યોમાં સમાન છે, તો કેટલાક રાજ્યોમાં આ આંકડાઓ ઝડપથી વધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર દેશના 15 ટકા લોકો પ્રી-ડાયાબિટીસના દર્દીઓ છે. એટલે કે ઓછામાં ઓછા 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસના દર્દીઓ છે.

ગોવામાં 26.4 ટકા પ્રી-ડાયાબિટીસના દર્દીઓ છે
જો રાજ્યની વાત કરીએ તો ગોવામાં 26.4 ટકા, પુડુચેરીમાં 26.3 ટકા જ્યારે કેરળમાં 25.5 ટકા લોકો પ્રી-ડાયાબિટીસના દર્દીઓ છે અને આ આંકડામાં ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે. એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે UP, MP, બિહાર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ડાયાબિટીસના કેસોમાં વધારો થશે.

મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખે જણાવ્યુ કે…
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) ના સમર્થનમાં ડૉ. મોહનના ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ સેન્ટર દ્વારા કરવામાં આવેલો અભ્યાસ 31 રાજ્યોના 1,13,000 લોકો પર આધારિત હતો. ડો. રણજીત મોહન અંજનાએ જણાવ્યું હતું કે, ડાયાબિટીસના ઓછા કેસો ધરાવતા રાજ્યમાં પ્રી-ડાયાબિટીસના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગોવા, કેરળ, તમિલનાડુ અને ચંદીગઢમાં પ્રી-ડાયાબિટીસના કેસો ઓછા છે. જ્યારે પુડુચેરી અને દિલ્હીમાં આ કેસોના આંકડા સમાન છે. જો વાત કરીએ તો ડાયાબિટીસના 15.3 ટકાની રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં પ્રી-ડાયાબિટીસના કેસો 18 ટકા છે.

Most Popular

To Top