SURAT

ડુંભાલમાં યુવાનને ચોર સમજી સિક્યુરિટી સ્ટાફ દ્વારા સળગાવી નંખાયો હોવાની પોલીસ ફરિયાદ

સુરત: દિયા ડેવલપર્સ (Dia Developers) ડુંભાલ (Dumbhal) ખાતે આવેસી સાઇટમાં નિર્દોષ યુવાનને ચોર સમજીને સ્થાનિક સિક્યુરિટી સ્ટાફ દ્વારા જીવતો સળગાવી (Burned Alive) અને તેની હત્યા (Murder) કરવામાં આવી હોવાની ફરિયાદ મરનારના સંબંધીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમાં ફરિયાદી જુગલ કિશોર છગનારામ સુથાર દ્વારા સરોલી પોલીસમથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. તેમાં તેમણે જણાવ્યું કે, મારા પિતરાઈ ભાઈ પુખરાજ સત્યનારાયણ સુથાર દિયા ડેવલપર્સમાં આવેલ અને ચોર સમજીને અહીં સિક્યુરિટી તરીકે નોકરી કરતા લોકોએ તેની હત્યા કરી હતી. તેમજ દિયા ડેવલપર્સવાળી નવી બંધાતી બિલ્ડિંગમાં કામકાજ કરતા કોઈ પણ માણસોએ લાકડાના ફટકા વડે માર મારી તેના શરીરે ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું.

મીઠી ખાડી ઇસ્લામી ચોકમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં આગ લાગી : દંપતી દાઝ્યું
સુરત: લિંબાયતના મીઠી ખાડી વિસ્તારના ઇસ્લામી ચોકના એક મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતાં આગ લાગી હતી, જેમાં એક દંપતી દાઝી ગયું હતું. ઘટના અંગે જાણ થતા જ ફાયરબ્રિગ્રેડના કર્મીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જો કે, જે ગલીમાં મકાન હતું તે સાંકડી હોવાથી ફાયરબ્રિગ્રેડની ગાડીને અંદર જવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી હતી.મનપાનાં સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મીઠી ખાડીના ઈસ્લામી ચોકમાં ગલી નં.૮ ઘર નં.૧૨૩માં આવેલા મકાનમાં શુક્રવારે સવારે ગેસ સિલિન્ડર લીકેજ થવાના લીધે આગ ભડકી ઊઠી હતી

અને સમગ્ર મકાનમા આગ પ્રસરી જતાં સ્થળ ઉપર ભારે અફરાતફરી અને ભાગદોડ મચી ગઈ હતી. એટલું જ નહીં ઘરમાં રહેતું દંપતી ૨૬ વર્ષીય ઇસ્લામ ગુહીદ્દીન અને તેની પત્ની ફરહીન ઈસલામુદ્દીન અન્સારીએ ગાદલા ગોદડાં નાંખીને આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા. જો કે, આગ કાબૂમાં આવવાના બદલે વધુ વિકરાળ બની હતી. જેના કારણે બંને જણાં દાઝી ગયાં હતાં. ઘટના અંગે ફાયરબ્રિગ્રેડ કન્ટ્રોલને જાણ કરવામાં આવી હતી. પરંતુ સાંકડી ગલીના કારણે મહામહેનતે ટીમ પહોંચી શકી હતી અને આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી અને દાઝી ગયેલા દંપતીને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસડાયું હતું.

Most Popular

To Top