Vadodara

ધર્મ ગુરુએ યુનિ.ની ગરિમા જળવાય તેવી સલાહ આપી

વડોદરા: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં નમાજ પઢવા મુદ્દે થયેલો વિવાદ હવે ધીમે ધીમે વકરી રહ્યો છે.ત્યારે શહેરના ધર્મગુરુ જ્યોર્તિર્થનાથજી મહારાજે યુનિવર્સિટીની મુલાકાત લઇ પીઆરઓ સાથે સમગ્ર ઘટનાને લઈ ચર્ચા કરી યુનિવર્સિટીની ગરિમા જળવાય તેવી સલાહ આપી હતી. તેમજ આ યુનિવર્સિટીમાં વારંવાર જે હીચકારો કૃત્ય થઈ રહ્યું છે તે કૃતિ અને ક્યાંક ખુલ્લું પાડવાની જરૂર છે તે દિશામાં પણ સત્તાધીશોનું ધ્યાન દોર્યું હતું.

વિશ્વવિખ્યાત વડોદરા ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ નમાજ પડવાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન રહેવા પામ્યો છે. ત્યારે શહેરના ધર્મગુરુ ડો.જ્યોતિર્થનાથજી મહારાજે યુનિવર્સિટીના પી.આર.ઓ લકુલીશ ત્રિવેદી સાથે આ ઘટનાને લઇ ચર્ચા કરી હતી.તેમજ સતત બે ઘટનાઓ આયોજનપૂર્વક છે અને કોમી વયમનસ્ય ફેલાવવાનો આ એક પ્રયાસ છે યુનિવર્સિટીને ધર્મનો અખાડો ન બનાવવા તેમણે સલાહ પણ આપી હતી. ડોક્ટર જ્યોતિર્થનાથજીએ જણાવ્યું હતું કે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ કેટલાય લોકોની માતૃ સંસ્થા છે.

અમારી પણ છે અમે પૂર્વ વિદ્યાર્થી નેતા પણ છે.હું હિન્દુ ધર્મના નેતા તરીકે એક ધાર્મિક જવાબદારી સમજીને અહીં આવ્યો છું અને તે પણ જાણ કરવા આવ્યો છું કે આ યુનિવર્સિટીમાં વારંવાર જે હીચકારૂ કૃત્ય થઈ રહ્યું છે તે કૃત્યને ક્યાંક ખુલ્લું પાડવાની જરૂર છે.કારણ કે આ યુનિવર્સિટીનો પોતાનો લો ઓફ કન્ડક્ટ હોય , કોઈ મંદિરમાં કોઈ રૂમમાં જઈને આરતી કરવા બેસી જઈએ એવું ન ચાલે.તેવી જ રીતનું આ નમાજ પઢે તે ન ચાલે.કારણ કે આ સમાજની અંદર કોઈ કોમીવયમનસ્ય ઉભું કરવા માટે આયોજન પૂર્વક કરવામાં આવતું કાવતરું છે.એમને ખુલ્લા પાડવાની જરૂર છે.કારણ કે આવા કૃત્યથી સમાજની અંદર ખોટું કોમી વયમનસ્ય ઊભું થાય તે અમે ઇચ્છતા નથી.વડોદરા શહેરની પ્રજા ગુજરાતની પ્રજા, શાંતિથી જીવે તે જરૂરી છે.

અને કારણ કે અત્યારે જે મહામારીના સમય પછી આપણે બધા બહાર આવ્યા છે.ત્યારે આ જરૂરી છે કે શાંતિથી જીવીએ અને આવા રીતના કૃત્યની સામે કડક હાથે કાર્યવાહી કરવા યુનિવર્સિટીને અમે સત્તાધીશો પાસે માંગણી કરી છે કે આવા બેવડી નીતિ ધરાવે છે કે જે એક બાજુ બંધારણની વાત કરે છે.જેને જ્યાં સેટ થાય ત્યાં વાત કરી લેવી અને લોકો એનો દુર ઉપયોગ કરવો એના કરતાં આવાને ડાળવા તે જરૂરી છે.એટલે કડક હાથની કાર્યવાહી કરી અને યુનિવર્સિટી સત્તાધીશોએ પણ યુનિવર્સિટીના લો ઓફ કન્ડક્ટ પ્રમાણે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે તેમ પ.પૂ. ડોક્ટર જ્યોતિર્થનાથજીએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી કાઉન્સેલિંગ કરાશે
એમએસ યુનિવર્સિટીના પી.આર.ઓ લકુલેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સંત શ્રી આજે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે આવ્યા હતા જે યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક દિવસથી જે ઘટનાક્રમ બન્યો છે એ સંદર્ભે અને એમની રજૂઆત સાંભળી છે એમની લાગણી એમણે વ્યાપ્ત કરી છે યુનિવર્સિટી પોતે પણ સર્વ ધર્મ સમભાવના મુદ્દે કટિબદ્ધ છે એટલે દરેકને સરખું પ્રાધાન્ય મળી રહે એ જોવાનું કામ પણ યુનિવર્સિટીનું છે પણ સાથે સાથે શૈક્ષણિક સંકુલની ગરિમા છે જળવાઈ રહે અને વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા પણ એટલું જ જરૂરી છે અને યુનિવર્સિટી એ દિશામાં પ્રયત્નશીલ છે. સ્વાભાવિક રીતે કે વિદ્યાર્થીઓને બોલાવીને કાઉન્સેલિંગ કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટનાઓ યુનિવર્સિટીના કેમ્પસમાં ન બને અને જરૂર જણાશે તો એમના વાલીઓને પણ બોલાવવામાં આવશે. – લકુલીશ ત્રિવેદી, પીઆરઓ, એમ.એસ.યુ

Most Popular

To Top