Dakshin Gujarat

ધરમપુરના ધામણી ખાતે લાગેલી આગમાં ચાર દુકાન ખાક

ધરમપુર : (Dharampur) ધરમપુર તાલુકાના ધામણી ગામે અચાનક શોર્ટ સર્કિટથી (Short Circuit) આગ લાગતા ચાર જેટલી દુકાન બળીને ખાક થઈ જતાં ભારે નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ધરમપુર તાલુકાના ધામણી ગામ ખાતે આવેલા શોપિંગ સેન્ટરમાં (shopping Center) આવેલી ચાર જેટલી દુકાનમાં બપોરે ચાર વાગ્યેના સુમારે અચાનક શોર્ટ સર્કિટથી આગ (Fire) લાગતા દુકાનદારો દુકાનની બહાર નીકળી આવ્યા હતા. આગ ઓલવા માટે અનેક પ્રયત્નો કયૉ પરતું આગ કાબુમાં આવી ન હતી. ધરમપુર નગર પાલિકા ને જાણ કરતાં બે જેટલા બંબા ધામણી ગામે પહોંચતા ત્યાં સુધી મોટા ભાગની દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી. ધામણી ગામ ના નવિન પટેલની ઝેરોક્ષની દુકાનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

  • ઝેરોક્ષની દુકાનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી
  • એક કલાક બાદ આગને કાબુમાં લેવાઈ હતી
  • આગમાં ચાર દુકાન ખાક બળીને ખાક થઇ ગઈ હતી

એક કલાક બાદ આગને કાબુમાં લેવાઈ હતી
આગ વધુ પ્રસરતા મૂળ રાજસ્થાનના અનાજ કરિયાણાની દુકાન તથા બાજુમાં આવેલી કનૈયાલાલની કટલરીની દુકાન સહિત ચાર જેટલી દુકાન આગમાં બળીને ખાક થઈ જવા પામી હતી. જોકે દુકાનમાં આગ લાગવાથી ઘણુ નુકસાન થવા પામ્યું હતું. આગની ઘટનાની જાણ થતાં ધરમપુર પોલીસ તથા ફાયર બિગેડના કમૅચારીઓ આવી પહોંચતા એક કલાક બાદ આગને કાબુમાં લીધી હતી, જોકે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

અંકલેશ્વરમાં કાચા મકાનમાં અચાનક આગ
અંકલેશ્વર: અંકલેશ્વર શહેરમાં આવેલા જૂના એસટી ડેપો સામેના ઝૂપડપટ્ટીમાં એક કાચા મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વરના જૂના એસટી ડેપો સામે આવેલા એક કાચા મકાનમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે આજુબાજુમાં રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ અંગે અંકલેશ્વર નગર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરતાં બે જેટલા ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગની ઘટનામાં ઘરમાં રહેલા સામાનમાં કોઈ કારણોસર આકસ્મિક આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top