રાજપીપળા: સાગબારા ખાતે આવેલી મહારાષ્ટ્ર-ગુજરાતને જોડતી ધનસેરા ચેકપોસ્ટ (Dhansera Checkpost) પર મહારાષ્ટ્ર તરફથી આવતી મહારાષ્ટ્ર (Maharashtra) સરકારની જલગાંવ અંકલેશ્વરનું બોર્ડ લગાડેલી બસમાં (Bus) ચેકિંગ દરમિયાન રઇસભાઇ રસીદભાઇ શેખ પાસેની બેગમાંથી સૂકો ગાંજો (Marijuana) ૫.૯૩૫ કિં.રૂ. ૫૯,૩૫૦ તથા મોબાઇલ કિં.રૂ.૨૦૦૦ તથા ૫૦૦ રૂ. રોકડા, રીઝવાના અનવર મન્સુરી પાસે એક બેગમાંથી સૂકો ગાંજો ૪.૪૪ કિ.ગ્રા. કિં.રૂ.૪૦,૪૭૦ તથા મોબાઇલ કિ.રૂ.૩૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ.૧,૦૫,૩૨૦ સાથે ઝડપી લીધાં હતાં. જેમનાં વિરુદ્ધ સાગબારા પો.સ્ટે.માં N.D.P.S એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આસીફ અને મુકીમ અપ્પાને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
કામરેજના શેખપુરમાં 1.12 લાખનો દારૂ ઝડપાયો
પલસાણા: સુરત એલ.સી.બી. શાખાના તથા પેરોલ ર્ફ્લો સ્ક્વોડના અધિકારી અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, શેખપુર, શુભ ગ્લોબલ રેસિડન્સી સોસાયટીના ઘર નં.૨૨૧ ખાતે રહેતા જિતેન્દ્ર પરમાર પોતાના રહેણાક ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઘરમાં સંતાડી રાખી ચોરીછૂપીથી વેચાણ કરે છે. આ બાતમીના આધારે રેઈડ કરતાં આરોપી જિતેન્દ્રભાઈ રામભાઈ પરમારને ભારતીય બનાવટનો વિદેશી દારૂની બાટલીઓ નંગ-૩૫૮ કુલ કિં.રૂ.૧,૧૨,૫૦0 તથા એક મોબાઈલ કિં.રૂ.૫,૦૦૦ મળી કુલ રૂ.૧,૧૭,૫૦૦નો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.
બારડોલીના સેજવાડથી જુગાર રમતા ત્રણ પકડાયા
બારડોલી: બારડોલીના સેજવાડ ગામે વરલી મટકાનો જુગાર રમતા ત્રણ આરોપીને સુરત જિલ્લા LCBની ટીમે ઝડપી પાડ્યા હતા. બારડોલી ગ્રામ્ય પોલીસમથક વિસ્તારમાં LCB દ્વારા વારંવાર રેડ છતાં બારડોલી ગ્રામ્ય પોલીસ ઊંઘતી જોવા મળી રહી છે.આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા LCBની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, બારડોલીના સેજવાડ ગામે શિર ફળિયામાં સાગરભાઈ હળપતિના ઘરની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક માણસો મુંબઈથી નીકળતા વરલી મટકાના અંકો પર જુગાર રમાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો. અને જુગાર રમાડી રહેલા સાગર સંજય હળપતિ (રહે.,સેજવાડ, તા.બારડોલી), અનિલભાઈ પ્રકાશભાઈ હળપતિ (રહે.,સેજવાડ, તા.બારડોલી) અને ચંદુભાઈ રામુભાઈ હળપતિ (રહે.,કરચકા ગામ, તા.બારડોલી)ને પકડી લીધા હતા. પોલીસે તેમની પાસેથી 12080 રૂપિયા રોકડા, ત્રણ મોબાઇલ ફોન કિંમત રૂ.18 હજાર મળી કુલ 30,480 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.