નવી દિલ્હી: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં (Dhaka) મંગળવારના રોજ સાત માળની એક ઈમારતમાં જોરદાર વિસ્ફોટ (Blast) થયો હતો જેના કારણે 14 લોકોની મોત (Death) તેમજ 100થી વધુ લોકો ધાયલ (Injured) થયા હતા. જાણકારી મુજબ આ વિસ્ફોટ મંગળવારના રોજ લગભગ 4:50 વાગ્યે થયો હતો. વિસ્ફોટ કયા કારણસર થયો હતો તેની જાણકારી અકબંધ છે. વિસ્ફોટ થયા અંગેની સૂચના મળતા જ પાંચ અગ્નિશામક દળની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ આગ ઓલવવાના પ્રયાસ કરી રહી હતી.
- વિસ્ફોટ થયા અંગેની સૂચના મળતા જ પાંચ અગ્નિશામક દળની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી
- વિસ્ફોટ થવાના કારણ બેંકનો કાચ તેમજ દીવાલ તૂટી ગઈ હતી
- વિસ્ફોટ કયા કારણસર થયો હતો તેની જાણકારી અકબંધ
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ધાયલ થયેલા તમામ લોકોને ઢાકાની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. તમામ ધાયલોની સારવાર ઈમરજન્સીવોર્ડમાં ચાલી રહી છે. જે સાત માળની ઈમારતમાં વિસ્ફોટ થયો હતો તેની આસપાસ ધણી દુકાનો હોય તેમજ ઈમારતની બાજુમાં જ BRAC બેંકની એક શાખા હોય તેવી પણ જાણકારી મળી આવી છે. જાણકારી મુજબ આ વિસ્ફોટ થવાના કારણ બેંકનો કાચ તેમજ દીવાલ તૂટી ગઈ હતી. રસ્તા ઉપર ઉભેલી એક બસને પણ નુકશાન થયું હતું. ગુલિસ્તાન બીઆરટીસી બસ કાઉન્ટરની દક્ષિણ બાજુએ આવેલી ઈમારત, ભોંયતળિયે આવેલી સેનિટરી શોપ, બેંકની ઓફિસ વિસ્ફોટથી પ્રભાવિત થઈ હતી, પરંતુ કોઈ પણ ઈમારત ધરાશાયી થઈ ન હતી.
બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં શનિવારે ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ લાગી હતી
બાંગ્લાદેશના ચિત્તાગોંગમાં શનિવારે ઓક્સિજન પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ લાગેલી આગમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સીતાકુંડા ઉપજિલ્લાના કેશબપુર વિસ્તારમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં સાંજે લગભગ 4.30 વાગ્યે બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. આ પછી લોકોએ આગની જ્વાળાઓ ઉછળતી જોઈ હતી. આ જ સીલમાં ફેબ્રુઆરીમાં ઢાકામાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.