ગાંધીનગર: (Gandhinagar) ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા ૧૦મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓએ ‘એ’ પ્લસ રેટિંગ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી છે.
રાજ્યમાં પાવર સેક્ટર રિફોર્મ્સ અને ઊર્જા ક્ષેત્રના વધુ સુદ્રઢીકરણ દ્વારા ગુજરાત શ્રેષ્ઠ વીજ વિતરણ વ્યવસ્થામાં રાષ્ટ્રિય સ્તરે પ્રસ્થાપિત થયું ત્યારે આ એ પ્લસ રેટિંગમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) પ્રથમ ક્રમે રહી છે જ્યારે બીજા ક્રમે મધ્ય ગુજરાત વીજ કંપની રહી છે. પશ્રિમ ગુજરાત વીજ કંપની અને ઉત્તર ગુજરાત વીજ કંપનીને પણ એ પ્લસ રેટિંગ મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (C M Bhupendra Patel) આ અગ્રેસરતા મેળવવા માટે ચારેય વીજ વિતરણ કંપનીઓના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા.
- ઊર્જા મંત્રાલયના 10મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટીંગમાં DGVCL પ્રથમ ક્રમે
- કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલયના ૧૦મા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટીંગમાં રાજ્યની ચાર વીજ કંપનીઓને ‘એ’ પ્લસ ગ્રેડ મળ્યો
ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યુ હતું કે ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ઊર્જા ક્ષેત્રમાં જે સુધારાત્મક પગલાંઓ લીધા છે તેની ફળશ્રુતિએ રાજ્યની વીજ વિતરણ કંપનીઓને આ શ્રેષ્ઠતા પ્રાપ્ત થઇ છે. કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવતા એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગમાં સમગ્ર દેશની કુલ ૭૧ વીજ કંપનીઓમાંથી ગુજરાતની આ ચાર કંપનીઓને એ પ્લસ રેટિંગ મળ્યું છે. ગુજરાતની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. DGVCL અને મધ્ય ગુજરાત વીજ કંપની લી. MGVCL ને પ્રથમ અને બીજો ક્રમ મળ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. UGVCL અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમીટેડ PGVCL ને ‘એ પ્લસ’ રેન્કીંગ મળ્યું છે. આ રેટીંગમાં અત્યાર સુધી સમગ્ર દેશની માત્ર રાજ્ય હસ્તકની વીજ કંપનીઓનો જ સમાવેશ કરવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી ખાનગી ક્ષેત્રની વીજ વિતરણ કંપનીઓને પણ સામેલ કરવામાં આવી હતી.
નવી દિલ્હી ખાતે તાજેતરમાં ઉર્જા ક્ષેત્રના રિવ્યુ, પ્લાનીંગ અને મોનિટરીંગ અંગે દરેક રાજયના ઊર્જા વિભાગના વડાઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દરમ્યાન ભારત સરકારના ઊર્જા અને ન્યુ એન્ડ રીન્યુઅબલ એનર્જી વિભાગના મંત્રીશ્ આર. કે. સિંહ એ ૧૦મો એન્યુઅલ ઇન્ટીગ્રેટેડ રેટિંગ જાહેર કર્યો હતો. આ રેટિંગમાં ગુજરાત સરકાર હસ્તકની ચારેય વીજ કંપનીઓને એ પ્લસ રેન્ક પ્રાપ્ત થયો હતો. જણાવી દઈએ કે દેશભરની રાજય તેમજ ખાનગી હસ્તકની વીજ વિતરણ કંપનીઓના આ પ્રકારના મૂલ્યાંકનનો અહેવાલ કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાયલ દ્વારા પાવર ફાયનાન્સ કોર્પોરેશન (પીએફસી) તેમજ મિકેન્ઝી એન્ડ કંપનીના સહયોગમાં તૈયાર કરવામાં આવે છે.
આ છે મુલ્યાંકનના પરિમાણો
આ પ્રકારના મુલ્યાંકનમાં જે પરિમાણોના આધારે રેટિંગ નક્કી કરવામાં આવે છે તેમાં ફાયનાન્સીયલ સસ્ટેઇનેબિલીટી, ઓવરઓલ પ્રોફિટીબિલીટી, કેશ પોઝીશન,પર્ફોમન્સ એકસેલન્સ જેમ કે, બીલીંગ એફિશીયન્સી, કલેકશન એફિશીયન્સી, ડીસ્ટ્રીબ્યુશન લોસ, કોર્પોરેટ ગવર્નન્સ, એકસ્ટર્નલ એન્વાયરમેન્ટ, લોસ ટેકઓવર બાય સ્ટેટ ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ ડયૂઝ, ટેરિફ સાયકલ ટાઇમલાઇન, કોસ્ટ એફિશીયન્સી, રેગ્યુલેટરી અને પાવર રીફોર્મસ વગેરે જેવા પરિમાણોનો સમાવેશ થાય છે.