તારીખ 19/1/2025 નાં રોજ જયંતીભાઈ પટેલનો પત્ર વાંચ્યો. LED લાઈટ પર કાર્યવાહી થવી જોઈએ કારણ શું? એક દિવસમાં ફરવા જવાનુ હોય તો સુરતીલાલા તાપી અને ડાંગ નવસારી વલસાડની પસંદગી કરે છે. મારા ખાસ મિત્રનાં વાસ્તુ અને લગ્નનાં આમંત્રણમાં ડોલવણ જવાનુ થયું રવિવારે ત્યાંથી પરત સુરત આવતા મોડું થયું.
દંપતિ જોડે ડોલવણ-દાદરી ફળીયામાં હાજરી આપી. એક આંટો ઘરે મારી 8.30 સાંજે નીકળી સુરત આવતા હતા.ટુ વ્હીલર માટે આ એક ઉદાહરણ ટાંકુ છુ. રસ્તામાં લાઈટ આંખ પર એવી રીતે પડી કે જો 6 સેકન્ડ પણ ચૂક થાવ તો આ સફેદ લાઈટ અમોને ઉપર પહોંચાડી જાય પણ કુદરત સારો હેમખેમ સુરત 11.વાગ્યાં રાત્રે આવી ગયા હતા.
આમ કહેવાનો મતલબ એટલો જ છે. LED લાઈટ રાત્રે બાઇકવાળાને હેરાન કરે છે. સામે વાળો અંજાઈ જાય. યુવાનો બાઇક પર આવ જાવ કરે છે. તે હોસ્પિટલ, કે અન્ય કામ અર્થે હોય છે.આ LED કાળનો કોઈ ભોગ ન બને તે જોવાની કામગીરી રાજ્ય પોલિસ કયારે કરશે.? આ એક પ્રકારનું હડકવાયા કુતરાની માફ LED વાળી ગાડી દોડી રહી છે. RTO ની કામગીરી ખાલી ડ્રાઇવિંગ લાયસન્સ આપવાનું અને રદ કરવાનું આટલુ જ કામ છે કે?
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
