અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધપક્ષ હોય છે. પિતૃઓની મરણતિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવું. તિથિ મુજબ શ્રાધ્ધ ન થયું હોય તો અંતમાં સર્વપિતૃશ્રાદ્ધ અમાસના દિવસે કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. મનુષ્યને માથે ત્રણ ઋણ છે. પિતૃઋણ, દેવઋણ, ઋષિઋણ. આજના સમયમાં કાગડા અને બ્રાહ્મણોને જમાડવાથી તે પિતૃઓને પહોંચે છે. આમ, શ્રાદ્ધ પક્ષમાં શ્રદ્ધા અને કાગડાનું ખૂબ મહત્ત્વ છે. આપણાં પૂર્વજો કાગડાના માધ્યમથી ઋણ સ્વીકાર કરે છે. આમ, તો આંગણાંની ગંદકી સાફ કરનારું પક્ષી કાગડો કોઇને ગમતો નથી તેના કર્કશ અવાજ અને દેખાવને કારણે! કાગડો અગાશી પર બેસી કા-કા કરે તો કોઇ મહેમાન આવે એવી લોકવાયકા છે કે બારીએ બેસીને બોલે કાગડો અને ટપાલી બારણે કાગળ બતાવે. ઘણાં વર્ષો પછી બારીએ કાગડો આવ્યો અને કહી ગયો કે ‘હવે કોઇ આવનાર નથી.’
સુરત – વૈશાલી જી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.