Gujarat

સાળંગપુરધામમાં ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’નો ભક્તિમય પ્રારંભ

અમદાવાદ, તા. 19

શ્રી કષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે આજે તા. ૧૯ માર્ચથી ૨૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ આજે શોભાયાત્રા અને દીપપ્રાગટ્ય સાથે ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યો હતો.

કથા દરમિયાન સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ અને સાંજે ૩:૩૦ થી ૬:૩૦ વાગ્યા સુધી ભક્તો માટે શ્રવણનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.

કથાના વક્તા તરીકે શાસ્ત્રીજીએ પોતાની અમૃતવાણી દ્વારા હનુમાનજીના જીવનના આદર્શો, અદ્વિતીય ભક્તિ અને સેવા ભાવનો મહિમા સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે હનુમાનજીનું જીવન દરેક પેઢી માટે પ્રેરણાદાયક છે અને તેમના ચરિત્રમાંથી જીવન જીવવાની સાચી દિશા મળે છે. કથા દરમિયાન ભક્તોને હનુમંત ચરિત્રનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે સાળંગપુર ધામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાભાવે કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર ધામ ‘જય કષ્ટભંજન’ના ગુંજતા નાદથી ભક્તિમય બની ગયું છે.

Most Popular

To Top