Madhya Gujarat

મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું

વડોદરા: હાલ શહેરમાં નવલી નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના માઈ ભક્તો આઠમ નિમિત્તે માતાની આરાધના કરવા મંદિરોમાં ભીડ જોવા મળી હતી. શહેરનાં બહુચરાજી મંદિર, માંડવી આંબા માતાનું મંદિર સહિતના મંદિરોમાં માઈ ભક્તો ઉમટી પાડયા હતા. અને માતાની આરાધના કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારોમાં લોકો માટેની આરાધના કરવામાં આવે છે ત્યારે આજ રોજ આઠમ હોવાને પગલે આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી નિમિત્તે આજે માતાજીના આઠમ પ્રસંગે સર સયાજીરાવ ગાયક્વાડ પ્રતિષ્ઠાન સંસ્થાનના શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડના નેજા હેઠળ આવેલા બહુચરાજી રોડ ત્રણ રસ્તા પાસેના બહુચરાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે માતાજીની આરાધના કરવા વહેલી સવારથી માઈ ભક્તો લાઈનમાં ઊભા રહ્યા છે . પૌરાણિક બહુચરાજી મંદિર આસપાસ નવરાત્રીના તમામ નવ દિવસ સુધી ખાણી પીણી અને પૂજાપાઠના સહિત પથારા લાગતા ભક્તિ સભર મેળા જેવો માહોલ સર્જાય છે. બહુચરાજી માતાના દર્શન અને આઠમનાનૈવેદ્ય ધરાવીને માઈ ભક્તો ધન્યતા અનુભવે છે. જ્યારે કાયદોવ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા બંને બાજુએથી વાહનચાલકો માટે રસ્તો બંધ કરી દેવાય છે.

રાજવી પરિવારે માઈ મંદિરના દર્શન કર્યાં
હાલમાં નવનવરાત્રી ચાલી રહી છે. ત્યારે આઠમના પર્વને પારંપારિક મંદિરમાં માતાની આધારના કરતવા રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે તથા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ કારેલીબાગ બહુચરાજી મંદિર ખાતે આવી માતાજાની પૂજા અર્ચના અ્ને દર્શન કર્યા હતા. સવારથી જ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાઇન લાગી હતા.

Most Popular

To Top