વડોદરા: કાળી ચૌદસ નિમિત્તે લોકો વિશેષરૂપે હનુમાનજી કાળભૈરવ અને મહાકાળી માતાની આજના દિવસે પૂજા કરવામાં આવે છે. ત્યારે વડોદરામાં માંડવી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાને અનોખી રીતે પૂજા કરવામાં આવે છે. આ પરંપરાથી લોકોની મનોકામના પૂર્ણ થતી હોવાની શ્રધ્ધા છે.વડોદરાના માંડવી વિસ્તારમાં વહેલી સવારથી મહાકાળી મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. આ મંદિરના પૂજારી આખા દિવસ દરમિયાન માતાની સાધના કરે છે. આજના દિવસે ભક્તો લીંબુનો હાર અને સાથે રાશિ પ્રમાણેના ફળને માતાજીને અર્પણ કરે છે. મહાકાળી માતાજીની કાળી ચૌદશના દિવસે લોકો ધન્યતા અનુભવે છે.
નોંધનીય છે કે કાળી ચૌદસનો દિવસ એટલે મહાકાળી માતાને રિઝવવાનો અવસર છે. જોકે વડોદરામાં આવેલું મહાકાળીમાતાનું મંદિર વર્ષમાં એક જ વખત અહીં લીંબુનો હાર સ્વીકારવામાં આવે છે. જેનો લાભ લેવા ભક્તો વહેલી સવારથી મંદિરમાં આવવાની શરૂઆત થઇ જાય છે. કાળી ચૌદસે થતી વામપૂજા તંત્ર શાસ્ત્ર પ્રમાણે થતી હોવાથી ફળ જલદી મળે છે એવી માન્યતા છે આ મહાકાળી માતાજીના મંદિરે વર્ષમાં એકવાર કાળીચૌદશના દિવસે વામપૂજા કરાય છે. તંત્ર શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવતી વામપૂજામાં માતાજીનો લીંબુનો હાલ, રાશિ પ્રમાણેનું ફળ અને ભેટ ચઢાવવામાં આવે છે. તેમજ દર વર્ષે મનોકામના પુરી કરવા માટે માતાજીને ભકતજનો દ્વારા 20 ટન લીંબુ ચઢાવવામાં આવે છે તેમ મંદિર પૂજારીએ જણાવ્યું હતું. તંત્ર-મંત્ર પૂજામાં માતાજીને મુંડ (માણસનું માથું) અર્પણ કરવાની વિધિ છે પરંતુ મુંડ ચઢાવવાનું શકય ન હોવાથી જેથી તત્ર શાસ્ત્રમાં લીંબુનો ઉપયોગ કરી શકાય છે.