સરકારી સ્કૂલ બંધ કરી – પ્રાઈવેટ સ્કૂલ ચલાવવી અને જૂની પરાની ઈમારત તોડી – શહેરમાં અને ગુજરાત-મહારાષ્ટ્ર તોફાન કરી નવી કોમની સ્થાપના કરી લોકોની સહાનુભૂતિ અને ભય ફેલાવી – 92માં થયેલ સત્યઘટનાઓ અજીત દેસાઈ કોંગ્રેસમાંથી જુદા પડી બીજેપીમાં જોડાયા. ચૂંટણી જાહેર થઈ તેમાં સુરત અને મહારાષ્ટ્રમાં વિશેષ અસર થઈ, તેમાં શાહપોર સતીમાતાનું મંદિર તેમજ પાતાળી હનુમાન – બે મંદિર તોડી – નવી મંદિરની સ્થાપના લુહારપોળ, શાહપોર, નાણાવટ બાજુ સમાજ સ્થળાંતર કરી અશાંત ધારો લગાડી કાશ્મીર બનાવવામાં બીજેપી સરકાર આમ ભય ફેલાવી અને શહેરના વિકાસમાં નવી વાડી, નવાં દવાખાનાં બનાવી અલથાણ, ઘોડદોડ તેમજ પાલનપુર તેમજ પાલનો જૂનો પુલ તોડી બોખું ચીન અને અધ્ધર સુરત ઉજ્જડ બનાવનાર બીજેપી સરકાર. ભારત-સુરત-મુંબઈના વિકાસમાં પ્રત્યેક ભારતીય રાજ્ય-મજૂર વેપારી સહકાર છે. ડાયમંડ જ્યુબિલી તેમજ મહિલા બેંક ડુબાડી તેમજ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ બેંક ડુબાડનાર આજે વિકાસની વાતો કરી પ્રજાને બેવકૂફ બનાવી વાતો કરે છે. ગુજરાત ભારતની પ્રજાને – ભયજનક વાતો કરી- નોટ બંધી કરી બીજેપી પાર્ટીનો વિકાસ થયો.
– સત્યકુમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આચારસંહિતા બની લાચારસંહિતા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં જાહેર થતાંની સાથે જ આચારસંહિતા અમલમાં આવી છે. ઉમેદવારો પાસે પ્રચાર પ્રક્રિયાનો સમય ઓછો છે. આચારસંહિતાનો કડક અમલ થાય તે માટે ચૂંટણી પંચના આદેશથી સરકારી તંત્રે તાબડતોબ રાજકીય બેનરો, હોર્ડિંગ્સો ઉતારી લીધાં હતાં. હાલ ચુંટાયેલા રાજકીય નેતાઓનું નહીં ઇલેકશન કમિશનનું રાજ ચાલે છે. દરેક ઉમેદવારે રૂા.40 લાખ સુધીનો ખર્ચ કરવાની મર્યાદા છે. રોજે રોજનો હિસાબ ઉમેદવારે ચૂંટણી અધિકારીઓને આપવાનો રહેશે. જાહેર સભા, સરઘસ માટે પણ પરવાનગી લેવાની, આમ આચારસંહિતાના ડરના કારણે ઉમેદવારો લાચાર બની ગયા છે અને જાણે લાચારસંહિતા સતાવી રહી છે. આચારસંહિતાનો ભંગ થાય તો ગુનો પણ દાખલ થઇ શકે તેમ છે. આચારસંહિતાનો અમલ સૌએ કરવાનો છે. પછી તે નરેન્દ્ર હોય કે ભૂપેન્દ્ર, ઇલેકશન કમિશન કોઇને છોડતું નથી. ચૂંટણી પરિણામ પછી જયાં સુધી આચારસંહિતા ન ઉઠાવાય ત્યાં સુધી લાચારસંહિતા જ છે સમજો.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.