Charchapatra

મહિલા સશકિતકરણ છતાં પડકારો યથાવત

આજે સ્ત્રી સશકિતકરણની જેટલી વાતો થાય છે, એટલી કયારેય થઇ નથી. આપણે એવું માની લઇએ છીએ કે જે સ્ત્રી આર્થિક રીતે સ્વતંત્ર હોય, કમાતી હોય એને કોઇ જ પ્રશ્નો નથી. તો ના, એને પણ પુરુષો તરફથી માનસિક ત્રાસ, પજવણી એટલા જ પ્રશ્નો છે. આજે સ્ત્રીઓ આર્થિક રીતે પગભર નથી. જેને રહેવા માટે બીજી કોઇ જગ્યા નથી, તેને કારણે કંઇ કેટલાય કુટુંબો ટકી ગયા છે. પરંતુ જે આર્થિક રીતે સદ્ધર છે, વિચારશીલ છે તેને પણ ડગલે ને પગલે અત્યાચારનો ભોગ બનવું છે પડે છે. મહિલા સશકિતકરણ એટલે માત્ર કમાતા હોવું તે નથી, પરંતુ પોતાને થયેલા અન્યાયોનો સામનો કરી પોતે બીજી મહિલા માટે ઉદાહરણરૂપ બનવું તે છે.
સુરત     – વૈશાલી જી. શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top