Sports

પેરિસ ઓલિમ્પિકમાં મેચો જીતવા છતાં વિનેશ ફોગાટને એકેય મેડલ નહીં મળે, જાણો શું છે નિયમો?

નવી દિલ્હીઃ ભારત માટે આજે બુધવારે તા. 7 ઓગસ્ટના રોજ પેરિસ ઓલિમ્પિકમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ભારતની પહેલવાન વિનેશ ફોગાટ ફાઈનલ મેચ પહેલાં ડિસ્ક્વોલીફાઈ થઈ છે. તે ફાઈનલ મેચ રમી નહીં શકે. આ સાથે જ ગોલ્ડ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

કરોડો ભારતીય ચાહકોના દિલ તુટી ગયા છે. જોકે, વધુ આઘાતજનક વાત એ છે કે વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં બે મેચ જીતી હોવા છતાં તેને એકેય મેડલ નહીં મળે. સિલ્વર અને બ્રોન્ચ પણ મળશે નહીં. વિનેશ ફોગાટે પેરિસથી ખાલી હાથે ભારત પાછા ફરવું પડશે.

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે મહિલા 50 કિગ્રા વજન વર્ગની કુશ્તી સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. હવે અચાનક 140 કરોડ ભારતીયોની આશાને ફટકો પડ્યો છે. વિનેશ તેના 50 કિલોથી ઓછા વજનને નિયંત્રિત ન કરી શકતા તેને ફાઈનલ મેચમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. હવે ભારતીયોના મનમાં સવાલ થાય કે શું વિનેશ ફોગાટ ફાઈનલ માટે અયોગ્ય જાહેર થયા પછી પણ કોઈ મેડલ જીતી શકશે કે નહીં?

શું છે નિયમો?
યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો મુજબ, જો કોઈ એથ્લેટ વજન કરવાની પ્રક્રિયાના બંને પ્રયાસોમાં વજન નિર્ધારિત સીમાથી વધુ હોવાનું જણાય છે તો તે એથલિટને ના તો કોઈ મેડલ મળે છે પરંતુ તેને સ્પર્ધામાંથી બહાર કરવામાં આવે છે. તેને કોઈ રેન્ક પણ આપવામાં આવતો નથી.

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિક 2024માં કોઈ મેડલ જીતી શકશે નહીં. અર્થાત ફાઇનલમાં પહોંચવા છતાં વિનેશે મેડલ વિના ઘરે પરત ફરવું પડશે. ફાઈનલમાં પહોંચવા છતાં ગોલ્ડ મેળવવાની વાત દૂર પરંતુ તેને સિલ્વર અને બ્રોન્ઝ પણ ગુમાવવો પડ્યો છે.

વિનેશનું 2 કિલો વજન વધી ગયું હતું
ફાઈનલમાં પહોંચ્યા બાદ વિનેશ ફોગાટનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે કોચ સાથે પ્રેક્ટિસ કરી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિનેશ આખી રાત ઉંઘી ન હતી અને સવારે ઉઠ્યા પછી જાણવા મળ્યું કે તેનું વજન નિર્ધારિત મર્યાદા કરતા લગભગ 2 કિલો વધુ હતું. પોતાનું વજન કંટ્રોલમાં લાવવા માટે તે ભૂખી રહી અને પાણી પીધું. છતાં તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું. વિનેશ ફોગાટના કેમ્પે તેનું વજન નિયંત્રણમાં લાવવા માટે થોડા કલાકોની માંગ કરી હતી પરંતુ આ માંગને ફગાવી દેવામાં આવી હતી. આ સાથે જ વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ કરી દેવાઈ હતી.

વજન અંગેના શું છે નિયમો?
ઓલિમ્પિકમાં કુસ્તીબાજોના વજન અંગેના નિયમો અનુસાર મેચ પહેલા કુસ્તીબાજોનું વજન કરવામાં આવે છે અને જો બે કુસ્તીબાજો બે દિવસ સુધી લડે તો તેનું વજન બે દિવસે કરવામાં આવે છે. નિયમો અનુસાર દરેક કુસ્તીબાજનું બાઉટના દિવસે સવારે વજન કરવામાં આવે છે. દરેક વજન વર્ગ માટેની ટુર્નામેન્ટ બે દિવસના સમયગાળામાં રમાય છે, તેથી ફાઇનલમાં પહોંચનાર કોઈપણ કુસ્તીબાજ બે દિવસમાં તેનું વજન કરે છે. પ્રથમ વેઇટ-ઇન દરમિયાન કુસ્તીબાજો પાસે વજન મેબનાવવા માટે 30 મિનિટનો સમય હોય છે. તમે 30 મિનિટમાં ઘણી વખત તમારું વજન કરી શકો છો, પરંતુ અન્ય દિવસોમાં વજન માત્ર 15 મિનિટનું હોય છે.

Most Popular

To Top