गरीब को तो बच्चों की पढ़ाई मार गई
बेटी की शादी और सगाई मार गई
किसी को तो रोटी की कमाई मार गई
कपड़े की किसी को सिलाई मार गई
किसी को मकान की बनवाई मार गई
जीवन दे बस तिन्न निसान – रोटी कपड़ा और मकान
ढूंढ ढूंढ के हर इन्सान
खो बैठा है अपनी जान
जो सच सच बोला तो सच्चाई मार गई
और बाकी कुछ बचा तो मंहगाई मार गई…
ફિલ્મ ‘રોટી, કપડાં ઔર મકાન’ના ઉપરોક્ત ગીતની પંક્તિઓ સ્પષ્ટ કરે છે કે, ‘માણસ પોતાની આવક વધારવા માટે ભલે ગમે તેટલી મથામણો કરે, પણ દળીદળીને કૂલડીમાં ભેગું થાય એવી સ્થિતિનું નિર્માણ કરનાર મોટામાં મોટો વિલન મોંઘવારી છે. આ મોંઘવારીમાં પણ ગરીબ તેમજ નિમ્ન મધ્યમ વર્ગ માટે એક વાત સ્પષ્ટ રીતે મગજમાં રાખવી જોઈએ કે, એ પોતાની કુલ આવકમાંથી ગરીબોના કિસ્સામાં ૪૦થી ૬૦ ટકા અને નિમ્ન મધ્યમ વર્ગના કિસ્સામાં ૩૦થી ૫૦ ટકા જેટલી આવક ‘ફુડ બાસ્કેટ’ એટલે કે, ખાધાખોરાકીની ચીજવસ્તુઓ ઉપર ખર્ચાય છે. એક વખત આ વસ્તુ સમજમાં આવે એટલે ખાધાખોરાકીની ચીજવસ્તુઓના વધતા જતા ભાવ સૌથી વધારે અસર કોને કરે છે તે બાબતે આપણા મનમાં કોઈ સંશય રહેશે નહીં.
‘પહેલું સુખ તે જાતે નર્યા’. તમારું શરીર સ્વસ્થ ના હોય તો બાકીના સુખનો કોઈ અર્થ નથી. આમ છતાંય માંદગી ન જ આવે એવું તો કેમ કહી શકાય? ત્યારે મધ્યમ આવક જૂથમાં આવતી વ્યક્તિ માટે એ જાણીને નવાઈ લાગશે કે ડૉક્ટરની સારસંભાળ પાછળ થતા ખર્ચમાંથી મોટા ભાગનો એણે પોતાના ગજવામાંથી વેઠવો પડે છે અને તે સામે સરકારી યોજનાઓ અથવા વીમાની રકમમાંથી ખૂબ ઓછી ટકાવારી એને એ ખર્ચ પેટે મળે છે. એક અંદાજ મુજબ ૪૭થી ૬૦ ટકા સુધીનો માંદગીની સારવાર પાછળનો ખર્ચ મધ્યમ વર્ગનો માણસ પોતાના ગજવામાંથી ભોગવે છે જ્યારે આ પ્રકારના ખર્ચનો માત્ર ૧૫ થી ૨૫ ટકા ભાગ સરકારી યોજનાઓ અથવા વીમા દ્વારા પૂરો પાડવામાં આવે છે.
ભારતમાં આ રીતે માંદગીની સારવાર પાછળ મધ્યમ વર્ગનાં ગજવાં ૫૨ પડતો ૪૫થી ૬૦ ટકા બોજ દુનિયાના ઘણા દેશોની સરખામણીમાં વધારે પડતો છે. આ ખર્ચમાં મહદ્ અંશે દવાઓ, આઉટડોર પેશન્ટ દ્વારા ચૂકવાતી ફી, ડાયગ્નોસ્ટીક ટેસ્ટ, હૉસ્પિટલાઇઝેશન તેમજ પૂરક આરોગ્ય સેવાઓનો સમાવેશ થાય છે, જેને કારણે ક્યારેક તો મધ્યમ વર્ગનો માણસ સિત્તેર ટકા જેટલી ઊંચી રકમ પોતાના ગજવામાંથી ચૂકવે છે. ખાનગી હૉસ્પિટલોમાં સારવાર તેમજ મોંઘી દવાઓ પેટે થતો ખર્ચ આ માટે કારણભૂત છે. જાણીને નવાઈ લાગશે કે, મધ્યમ આવક જૂથ ધરાવતા વર્ગમાંથી માત્ર ૧૫ ટકા લોકો પાસે જ માંદગી સામેનો વીમો અથવા અન્ય સરકારી કે ખાનગી વીમાકવચ હોય છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી મોટા ભાગની યોજનાઓ નિમ્ન ગરીબ વર્ગને લક્ષમાં રાખે છે જ્યારે નિમ્ન મધ્યમ વર્ગના આવકજૂથમાં માત્ર ૧૪થી ૧૬ ટકા આવી યોજનાના લાભાર્થી બની શકે છે. ખાનગી વીમાકવચની વાત કરીએ તો પરિસ્થિતિ આથી પણ ખરાબ છે કારણ કે મોટા ભાગની સરકારી યોજનાઓ મધ્યમ કુટુંબો માટે મળવાપાત્ર હોતી નથી. મધ્યમ આવકજૂથ માટે જાહેર અથવા ખાનગી વીમાકવચ સેવાઓ ૨૫ ટકા અથવા તેથી ઓછી સંખ્યાને મળવાપાત્ર બને છે.
ખર્ચનો પ્રકાર કુલ ખર્ચમાં પોતાના ગજવામાંથી ખર્ચવી પડતી ટકાવારી (મધ્યમ વર્ગ માટે)
૧. પોતાના ગજવામાંથી કરવામાં આવતો ખર્ચ ૪૫થી ૬૦ ટકા
૨. સરકારી નોકરીદાતા દ્વારા યોજના ૧૪થી ૧૬ ટકા
ઉપર નજર નાખવાથી એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે આ દેશમાં કાં તો તમે તવંગર છો અથવા એકદમ ગરીબ છો તો સા૨વા૨ ખર્ચ તમને મળી રહેશે. આમાં પણ ભેદભાવ તો છે જ. તવંગર લોકો તગડું વીમાકવચ ધરાવે છે. એ ઉપરાંત એમને વધુ નાણાંની જરૂર પડે તો કોઈ ફરક પડતો નથી અને સારામાં સારી ખાનગી હૉસ્પિટલોમાં સારામાં સારા ડૉક્ટરો પાસે ટ્રીટમેન્ટ લઈ શકે.
ગરીબોના કિસ્સામાં સરકારી સિવિલ હૉસ્પિટલો અથવા આરોગ્ય કેન્દ્રોનો સહારો લેવો પડે છે. વીમાકવચ ‘મા કાર્ડ’ અથવા ‘પીએમજેવાય’જેવી યોજનાઓ થકી ઉપલબ્ધ બને છે. સેવાઓનું સ્તર પ્રમાણમાં નીચું હોય છે પણ મહદ્ અંશે ડૉક્ટર યોગ્ય ક્ષમતા ધરાવતા હોવાને કારણે તેમજ રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડૉક્ટરોને કારણે ફોલોઅપ તેમજ નર્સીંગ સેવામાં વાંધો આવતો નથી.
આમ મધ્યમ વર્ગને માંદા પડવાનું પોષાય જ નહીં એ પ્રકારની પરિસ્થિતિ આપણા દેશમાં પ્રવર્તે છે. આ જ પરિસ્થિતિ ખાધાખોરાકીની ચીજવસ્તુઓના ક્ષેત્રે છે પણ માર ખાવામાં મધ્યમ વર્ગ. શાહબુદ્દીનભાઈના વનેચરની માફક ‘વાંહા રાતા થઈ જાય’ એવો ચામડી-ઉતાર માર ખાય છે અને આમ છતાંય જીવે છે. આ દેશના મધ્યમ વર્ગને ધર્મ, કોમ, ભાષા, રાષ્ટ્રપ્રેમના અફીણમાં ડુબાડેલો રાખીને બે પગવાળા મગ તરીકે વાપરી શકાય છે ત્યાં સુધી એની બાકીની સંવેદનાઓ જરઠ થઈ ગઈ છે અને એ માર ખાવા જ સર્જાયેલો છે એવી પાકી સમજ બધા જ રાજકીય પક્ષોને થઈ ગઈ છે, એમ માનીને ચાલવું વધુ વાસ્તવિક રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.