National

રામમંદિરનું નિર્માણ છતાં યુપીમાં ભાજપની હાલત કેમ કફોડી બની? આ પાંચ કારણ છે જવાબદાર

નવી દિલ્હી: લોકસભા 2024 ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવ્યા છે. મોદી સરકારને બેઠકોમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ 2019ની ચૂંટણીમાં એનડીએ 352 સીટ જીત્યું હતું, પરંતુ આ વખતે 300 સીટ પર જીત મુશ્કેલ દેખાઈ રહી છે. મોદી સરકારને સૌથી વધુ ફટકો ઉત્તર પ્રદેશમાં પડ્યો છે.

યુપીના ફૈઝાબાદ (અયોધ્યા)માં ભવ્ય રામ મંદિરના નિર્માણને ભાજપ વોટ રેશિયોમાં ફેરવી શક્યું નથી. ફૈઝાબાદની બેઠક પર પણ ભાજપના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારથી પાછળ છે. યુપીમાં મોદી સરકારની હાલત કેમ કફોડી થઈ? ચાલો જાણીએ..

માયાવતીના ઉમેદવારોએ બગાડ્યો ખેલ
ચૂંટણી દરમિયાન બસપા પર વિપક્ષ ઈન્ડિયા ગઠબંધને ખૂબ પ્રહાર કર્યા હતા. બસપા ભાજપની બી ટીમ હોવાના આક્ષેપ થયા હતા, પરંતુ પરિણામ બાદ એ વાત સ્પષ્ટ થઈ છે કે બસપાના ઉમેદવારોએ ઈન્ડિયા ગઠબંધન કરતાં વધુ ભાજપને નુકસાન પહોંચાડ્યું છે. પશ્ચિમથી પૂર્વ સુધી માયાવતીએ એવા ઉમેદવારો ઉભા કર્યા હતા જે ઉમેદવારોએ એનડીએને નુકસાન પહોંચાડ્યું હતું.

અખિલેશે ચોક્સાઈપૂર્વક ઉમેદવાર પસંદ કર્યા
સમાજ વાદી પાર્ટીના અખિલેશ યાદવની ચતૂરાઈ કામમાં આવી. અખિલેશ ખૂબ જ ચોક્સાઈપૂર્વક ઉમેદવારો પસંદ કર્યા. તેણે વારંવાર ઉમેદવારો બદલ્યા. રામ મંદિર જ્યાં બન્યું છે તે ફૈઝાબાદ (અયોધ્યા)માં સપાના ઉમેદવાર અવધેશ પ્રસાદ લીડ લીધી છે. ફૈઝાબાદમાં એસી ઉમેદવારી અવધેશને ચૂંટણી લડવા ઉભા કરવું એ અખિલેશની ચતૂરાઈ દર્શાવે છે.

રાજપૂતોની નારાજગી, યુપીમાં મુખ્યમંત્રી હટાવવાની અફવાથી નુકસાન
ઉત્તર પ્રદેશમાં ક્ષત્રિયોની નારાજગીની પણ બીજેપીએ કિંમત ચૂકવવી પડી છે. ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિયો પરની કોમેન્ટ મુદ્દો બન્યો હતો. તેની ઝાળ યુપીમાં લાગી છે. પશ્ચિમ યુપીના અનેક જિલ્લામાં રાજપૂતોએ સભા યોજી બીજેપીને વોટ ન આપવા અપીલ કરી હતી. ગાઝિયાબાદથી જનરલ વીકે સિંહની ટિકીટ કપાઈ તે પણ મુદ્દો બન્યો હતો. આ દરમિયાન ચૂપચાપ એવી અફવા ફેલાઈ કે બીજેપીને 400 સીટ મળશે તો ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથને હટાવી દેવાશે. તેનાથી નુકસાન થયું.

પેપર્સ લીક અને પરીક્ષાઓમાં મોડું થવાથી યુવાનો નારાજ
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો ભાજપથી નારાજ હતા. વારંવાર પેપર્સ લીક થવા તેમજ પરીક્ષોમાં વિલંપથી યુવાનો સરકારથી ગુસ્સે ભરાયા હતા. તેની મોટી અસર પડી હોવાનું માનવામાં આવે છે.

Most Popular

To Top