નડિયાદ: નડિયાદ નગરપાલિકાને રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં દર વર્ષે એવોર્ડ અને અગ્રીમ નબંર મળે છે. તેની સામે શહેરની વાસ્તવિકતા કંઈક જુદી દેખાઈ રહી છે. શહેરના મુખ્ય રસ્તાઓ ચોખા ચણક છે. પરંતુ આંતરીયાળ વિસ્તારો અને મોટા પોષ વિસ્તારની સોસાયટીઓમાં પણ સમયસર ગદંકી ન હટાવાતી હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. શહેરના પારસ સર્કલની સામે જ કાંસની ઉપર મુકેલા સફાઈના કન્ટેઈનરમાં અઢળક ગંદકી કલાકોના કલાકો સુધી ભરાયેલી રહે છે. જેનો સમયસર નિકાલ થતો નથી.
નડિયાદ નગરપાલિકા માસિક અંદાજીત 20 હજારથી 40 હજાર સુધીના પગારમાં 160 ઉપરાંત કાયમી સફાઈ કર્મચારીઓને વાર્ષિક 3 કરોડ જેટલી માતબર રકમ પગાર પેટે ચુકવે છે. 350ના મહેકમ સામે પાલિકા પાસે માત્ર હાલ160 કર્મચારીઓ છે, જેમાંથી હાલ માત્ર 150 જેટલા કાર્યરત હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે. આ ઉપરાંત આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે, જેમાં પણ દોઢ સો જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
આ તમામ કર્મચારીઓનો પગાર અને તેના સિવાય નડિયાદ નગરપાલિકાના સફાઈના વાહનો અને અન્ય ખર્ચ ગણી પાંચ કરોડ ઉપરાંતનો ખર્ચ દર વર્ષે નગરપાલિકા માત્ર સફાઈ પાછળ કરે છે. પરંતુ નડિયાદ નગરપાલિકા તેમ છતાં પણ શહેરને સ્વચ્છ રાખી શકતી નથી. નડિયાદસ નગરપાલિકાના અનેક આંતરીયાળ વિસ્તારમાં સફાઈના વરવા દ્રશ્યો સમે આવી રહ્યા છે. જૂજમાત્ર વિસ્તારોમાં સ્વચ્છતા દેખાઈ રહી છે. સફાઈ માટે નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભા અને નગરપાલિકાના મુખ્ય અધિકારી પાસે કોઈ ચોક્કસ એક્શન પ્લાન ન હોવાનું દેખાઈ રહ્યુ છે.