એકતાનગરમાં ચેરમેનનો વોર્ડ હોવા છતાં પ્રાથમિક સુવિધાથી લોકો વંચિત

વડોદરા : શહેરના આજવા રોડ એકતાનગરમાં પ્રાથમિક સુવિધાથી સ્થાનિકો વંચિત છે. ચૂંટણી વખતે માત્ર વાયદો આપવામાં આવે છે પરંતુ એ વાયદા પૂરા કરવામાં આવતી નથી. પાણી અને રસ્તાને સુવિધાથી વંચિત છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવળમાં પ્રાથમિક સુવિધાને લઈને ચેરમેને જણાવ્યું હતું કે સ્થાનિકોનો બે મહિનાની અંદર સમસ્યાનો ઉકેલ આવી જશે પરંતુ પાણીની લાગત ભરશે પાણી આપવામાં આવશે. વડોદરા શહેરના એકતાનગરમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના વર્ષમાં જ પ્રાથમિક સુવિધાથી નાગરિકો વંચિત છે.

ગવાઈ રહેલી વિકાસની ગાથાઓ વચ્ચે આજે પણ શહેરના અનેક વિસ્તારો એવા છે, જ્યાં નળ છે પણ જળની સમસ્યા હજુ પણ છે. સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલના કાર્યક્ષેત્રમાં આવતા એકતાનગરમાં સમસ્યા નહીં પરંતુ સમસ્યાઓની ભરમાર છે. નથી અહીં પાણી, ગટર, કે નથી  રસ્તાનાં ઠેકાણા. આ વિસ્તારમાં ૧૫૦૦થી ૨૦૦૦ જેટલા મકાનો આવેલા છે.જેમાં શરૂઆતથી જ પાણીની વિકટ સમસ્યા છે. મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન આ વિસ્તારના લોકોને સાંત્વના આપવા અહીં પાણીની લાઇન નાખવામાં આવી પરંતુ અત્યાર સુધી  લાઇનમાં ક્યારેક પાણી આવ્યું જ નથી, છેલ્લા ત્રણ વર્ષથી અહીં ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે. ટેન્કર દર ત્રણ દિવસે આવે છે ટેન્કર આવતા પહેલા અહીં મહિલાઓની પીપડાઓ સાથેની કતાર લાગે છે. અને કકળાટ શરૂ થઈ જાય છે.  પાણી માટેની પડાપડી થાય છે તો બીજી તરફ સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

ફરિયાદ કોને કરીએ અમારું કોઈ સાંભળતું નથી
સ્થાનિક મહિલા ઝુબેદા શેખે જણાવ્યું હતું કે ત્રણ દિવસમાં પાણી એક વાર આવે છે. જેના કારણે પાણી ભરવામાં પડા પડી થાય છે અને પાણી મળતું પણ નથી. ત્રણ વર્ષથી ગટરની લાઈન નાખી છે પરંતુ તેને જ ઉભરાઈ છે.તેના કારણે વિસ્તારમાં બિમારી ફેલાય છે. વોટ આપવા છતાં પણ અમારી સમસ્યાનો નિકાલ થતો નથી સ્થાનિકો ફરિયાદ કરીએ તો કોને કરીએ અમારું કોઈ સાંભળતું નથી.

પાણીની લાઈન નાખી છે પણ પાણી ચાલુ કરતા નથી
પાણી શબીર ચૌહાણે જણાવ્યું હતું કે વર્ષ 1988 એકતાનગરમાં રહીએ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલનો વોર્ડ છે. પાણીની લાઈન નાખી છે પરંતુ પાણી ચાલુ કરતા નથી. ચૂંટણી આવે ત્યારે વોટ માગવા માટે આવે છે પરંતુ અમારી સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી. પાણી રોડ અને ગટરની સમસ્યા છે અને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.

બે મહિનામાં ઉકેલ આવી જાય તેવા પ્રયત્ન કરાશે
 ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સ્થાનિકો દ્વારા વેરો ભરવામાં આવતો નથી. પાણીની મેન લાઈન નાંખવામાં આવી છે .પરંતુ કોર્પોરેશનમાં લાગત નથી. લાગત પાણી ભરવામાં આવે તો પાણી ચાલુ કરવામાં આવશે. 50 ટકા લોકો સ્થાનિકો વેરો ભરે છે અને પાલિકા ગેરકાયદેસર કનેક્શન કોઈને આપતો નથી. છતાં પણ તેમની સમસ્યાનો બે મહિનાની અંદર ઉકેલ આવી જાય તેવા પ્રયત્ન કરાશે.

Most Popular

To Top