Gujarat

ડિઝાઇન, હોટલ મેનેજમેન્ટ,લિબરલ આર્ટસના વિધાર્થીઓને 76 પ્રેક્ટીકલ લર્નિંગ ટુર્સનો લ્હાવો

પારૂલ યુનિ.ને સેન્ટર ઓફ એક્સેલન્સનો દરજ્જો આપતી ગુજરાત સરકાર

મુંબઈ ગોવા દિલ્હી જયપુરની પ્રતિષ્ઠિત કંપનીઓની મુલાકાત

વડોદરા: પારૂલ યુનિવર્સિટી તેની ફ્લેગશીપ પહેલ પ્રેકટીકલ લર્નિંગ ટુર્સ દ્વારા વિદ્યાર્થીઓને રિયલ- વર્લ્ડ એક્સપોઝર ઓફર કરવામાં સતત નવા બેંચમાર્ક સ્થાપી રહી છે. મુંબઇ, ચેન્નઇ, ગોવા, જયપુર અને દિલ્હી સહિતના ભારતના મોટા શહેરોમાં 76 સ્પેશિયલાઇઝ્ડ ટૂર્સના આયોજનથી યુનિ.એ 1922 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિવિધ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીઝનું એક્સપોઝર આપ્યું છે, જેનો સંપૂર્ણ ખર્ચ યુનિ.એ ઉઠાવ્યો છે.
ડિઝાઇન, ઇકોનોમીક્સ, લિબરલ આર્ટ્સ અને હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને આ ટૂરથી તેમની ઇન્ડસ્ટ્રીના ટોચના પ્રોફેશનલ, એક્સપર્ટસ અને લીડર્સને મળીને ઓન-ગ્રાઉન્ડ શિક્ષણનો બેજોડ અનુભવ પ્રાપ્ત થયો હતો.
તાજેત૨માં ગુજરાત સરકાર પાસેથી સેન્ટર ઓફ એક્સેલન્સનો પ્રતિષ્ઠિત દરજ્જો મેળવનાર તેમજ NAAC A++ અને UGC દ્વારા કેટેગરી 1 યુનિવર્સિટીની માન્યતા ધરાવતી પારૂલ યુનિ.નું લક્ષ્ય વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ થિયરી અને રિયલ-વર્લ્ડ પડકારો વચ્ચેનું અંતર દૂર કરવાનું છે, જેનાથી વિદ્યાર્થીઓ વૈશ્વિક લેન્ડસ્કેપમાં સફળતા મેળવવા માટે સક્ષમ બન્યાં છે.
QS I-GAUGE ઇન્ડિયન યુનિવર્સિટી રેટિંગ્સમાં ડાયમંડ રેટિંગ ધરાવતી પારૂલ યુનિ.ના ડિઝાઇનના વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત ક્રિએટિવ સ્ટુડિયો અને એજન્સીની મુલાકાત લઇને સસ્ટેનેબલ અને ડિજિટલ ડિઝાઇન વિશે જાણકારી મળી હતી. ઇકોનોમિક્સ અને લિબરલ આર્ટ્સના વિધાર્થીઓએ પોલિસી એક્સપર્ટ્સ, અર્બન પ્લાનર્સ અને થિંક-ટેંક સાથે અલગ-અલગ વિષયો ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા કરીને સામાજિક-આર્થિક પરિબળો વિશે ઊંડી સમજણ મેળવી હતી.

આઇટીસી, નોવોટેલ, મેરિયોટ,હિલ્ટન, હ્યાત્તરેન્સી, તાજ રામબાગ પેલેસના અધિકારીઓ દ્વારા પ્રશિક્ષણ
અમારા હોટલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને ભારત અને વિશ્વની પ્રતિષ્ઠિત 5-સ્ટાર હોટલ ચેઇનની મુલાકાતથી મેનેજમેન્ટ અને શેફ પાસેથી ઇન્ડસ્ટ્રી ઇનસાઇટ મળી હતી. આ ટોચની હોટલમાં આઇટીસી મેમેન્ટોસ જયપુર, નોવોટેલ, તાજ અજમેર, હ્યાાત્ત રેજન્સી, તાજ રામબાગ પેલેસ, ઓબેરોય રાજવિલાસ, મેરિયોટ, હિલ્ટન, તાજ રામબાગ પેલેસ વગેરેનો સમાવેશ થાય છે, જ્યાં તેમણે શેફ માઇકલ સ્વામી, શેફ લખન જેઠાણી, શેફ મીઠાઇવાલા ગિરીશ નાયક અને શેફ અનુષ્કા મલકાની પાસેથી શીખવાની અમૂલ્ય તક મળી હતી. દેવાંશુ પટેલ, પ્રેસિડેન્ટ, પારૂલ યુનિવર્સિટી

પારૂલ યુનિ.ના વિધાર્થીઓએ ક્યાં અને કોની મુલાકાત લીધી

ડિઝાઇન:

અનિતા ડોંગરે, હાઉસ ઓફ અનિતા ડોંગરે

અર્ચન કોચર, ફેશન ડિઝાઇનર

દીપક ચિટનિસ, હેડ ઓફ ડિઝાઇન, લોઢા

ઇકોનોમિક્સ:

પી. રામકૃષ્ણન, લાર્સન એન્ડ ટુબ્રોના એક્ઝેક્યુટીવ વાઇસ પ્રેસિડેન્ટ

દીપક ગોયલ, બોમ્બે સ્ટોક એક્સચેન્જના સીએફઓ

રાજીવ આનંદ, એક્સિસ બેંકના ડેપ્યુટી એમડી

લિબરલ આર્ટ્સ:

અબ્બાસ ટાયરવાલા, સ્ક્રીનરાઇટર

માલિની અગ્રવાલ, ડિજિટલ ઈન્ફ્લુએન્સર, લેખક

દીપંજન રોય, HODસ્ક્રીનરાયટીંગ, વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલ

હોટેલમેનેજમેન્ટ:

શેફ અનુષ્કા મલકાની. માસા બેકરીના સહ-સ્થાપક

આઇટીસી મેમેન્ટોસ જયપુર, ઓબેરોય રાજવિલાસ, તાજ રામબાગ પેલેસની મુલાકાત

Most Popular

To Top