Charchapatra

દેશી રમતો: ખંડ ખંડમાં રમાઇ, અખંડ ભારતમાં સમાઇ

અતિ ટાંચા સાધનો વડે રમાતી અને માનવ શરીરમાં વિદ્યમાન સુષુપ્ત કૌશલ્યોને વિકસીત કરી મન અને બુદ્ધિને નવી ઉર્જા પ્રદાન કરતી કેટલીયે રમતો છેવટે તો માનવ ઉત્ક્રાંતિની મહત્વની કડી બની. યાદ રહે કે દરેક પ્રદેશની પોતીકી લાક્ષણિકતાઓ, તેને મળેલાં અનોખાં સંસાધનોનાં સંયોજનો ઉપરાંત જે તે સમયની ઉપલબ્ધ પરિસ્થિતિઓ સાથે પ્રતિપોષિત થઇ અને લાંબા અંતરાલ સુધી નિર્ભેળ, નિર્દોષ આનંદ આપતી વિકસી, વિલસી. અશક્ય વચ્ચેની અનિશ્ચિત સ્થિતિનું હોવું.

આવી સ્થિતિમાં જે રમતોની શક્યતાઓ ઉભરી તે સ્થાનિક પરિસરને અનુરુપ રહીને વિકસી. લંગડી, ખો ખો, લખોટીની રમતો, ઊકરડો સાફ થતાં મોતનાં કૂવા પર આધારિત ગોટ ગોટ ગાવલીની રમત કે હોળીના સમયે રમાતી આટાપાટાની રમત આ બધી જ રમતો ગ્રામ્ય પરિસરમાં શૂન્ય ખર્ચે રમાતી. ગિલ્લી દંડાની રમત સૌથી આકર્ષક રહેતી. જમીનમાં ગિલ્લી એવી રીતે રખાતી કે જેથી તેનાં ઉછાળ અને હીટ થઇ શકે. ઢોર ચરાવતી વખતે ગોવાળો લંગડી, ખો ખો, ગિલ્લી- દંડા, આટાપાટા, ઠીકરી-દાવ, જેવી રમતો રમતા. અનેક રમતો સ્મૃતિમાં છે પણ પકડદાવ, ચોર-પોલિસ, પત્તાની રમતો, આંધળોપાટો, આંબલી- પીપળી જેવી રમતો હાલની પેઢી ચોક્કસ મિસ કરશે. જૂની રમતો નવી પેઢીને પ્રેરણા આપવા હજી સક્ષમ છે જો થોડી સમજ ઉભરે તો

 વલસાડ  -પ્રા. કિરણ પટેલ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

શિયાળો એટલે વસાણાની મૌસમ!
શિયાળો, આરોગ્ય અને શક્તિનો સંચય કરવાની ઋતુ છે. એવો શિયાળુ ખોરાક લેવો કે જેથી ઉનાળા અને ચોમાસાની ઋતુઓમાં પણ શારીરિક સુખાકારી જળવાઈ રહે. શિયાળાની ઋતુ આવે એટલે લાલ ગુલાબી ઠંડીમાં ચાહની ગરમ ગરમ ચુસ્કી, અડદિયા અને જાતભાતના શક્તિવર્ધક પાક, ચ્યવનપ્રાશ વગેરે ખાવા જ પડે એવો વણલખ્યો નિયમ ઘણા સ્વાદ અને સ્વાસ્થ્યપ્રેમીઓ નિભાવે પણ છે, ખાઓ! ખૂબ મઝેથી ખાઓ પણ આ શિયાળુ પાકને વધુશક્તિવર્ધક બનાવવા આયુર્વેદનાં અદ્ભુત એવાં વસાણાં નાખીને ખાઓ જેથી આખું વરસ સ્વાસ્થ્ય, શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે!

શિયાળામાં દશમૂળ, જાવંત્રી, કેસર, અશ્વગંધા, સફેદ મૂસળી, શતાવરી, સૂંઠ, ગંઠોડા, કાળાં મરી, ગુંદર જેવાં વસાણાંને આમળાના ચ્યવનપ્રાશ સાથે કે અડદિયા, મેથીપાક, ગુંદરપાક જેવી અન્ય શિયાળુ મીઠાઈમાં નાખીને યા પછી રોજ સવારે ગોળવાળી રાબમાં નાખીને અચૂક ખાવાં જોઈએ. ગ્રીન વેજિટેબલ્સ સદાબહાર!વસાણાયુક્ત શિયાળુ પાક તો ખરા જ સાથે આ ઋતુમાં આમળાં, કાચી હળદર, ગાજર, પાલકની ભાજી, મેથીની ભાજી અને સરસવની ભાજી અચૂક ખાવી જોઈએ.
સુરત     -સુનીલ રાજેન્દ્ર બર્મન-  આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વિશ્વને પ્રેમભાવથી  ગ્રસ્ત કરવાની જરૂર
કેટલાક માણસો પોતાના થયેલ અપમાનનો ધોખાબાજીનો કે એવાં કંઇક કારણો માટે હંમેશા વેર ભાવના કેળવી સામેના સાથે તેનો બદલો લેવા તત્પર રહે છે. જ્યારે એ માટે કોઇકે કહેલાં શબ્દો સાચી સમજણ આપે છે કોઇ કે ઠીક જ કહ્યું છે. બદલો લેવો શકય છે કે સરળ બની રહે પરંતુ ‘કીસી સે કોઇ ભી બાત કા બદલા નહીં લેના હે બહેતર તો યે કે ખુદ કો બદલના હે’ ખરેખર પોતાને બદલવુ મુશ્કેલ હોય શકે પણ કરવા જેવું તો એ જ છે. બદલો લેવાની ભાવનાથી આજે સમગ્ર વિશ્વ ત્રસ્ત છે ત્યારે પોતાને બદલી પ્રેમભાવના થકી વિશ્વને ગ્રસ્ત કરવાની તાતી જરૂર છે તો ચાલો આપણે સૌ આપણાથી તેની શરૂઆત કેમ ના કરીએ.
નવસારી           -ગુણવંત જોષી આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top