હરિયાણા: હરિયાણા (Haryana) નાં નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) ને સોમવાર મોડી રાત્રે અકસ્માત (Accident) નડ્યો હતો. જો કે આ અકસ્માતમાં તેઓનો આબાદ બચાવ થયો હતો. ઉપમુખ્યમંત્રી હિસારથી સિરસા જઈ રહ્યા હતા તે દરમિયાન ગાઢ ધુમ્મસનાં કારણે વિઝિબિલિટી ડાઉન થઇ જતા DyCmનાં કાફલાનાં બે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં સુરક્ષામાં તૈનાત એક પોલીસકર્મી રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો જ્યારે નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાને કોઈ ઈજા થઈ ન હતી. અકસ્માત બાદ 2 સુરક્ષા વાહનો સાથે સિરસા જવા રવાના થયા હતા.
અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રીનો આબાદ બચાવ
અકસ્માતમાં પોલીસકર્મીને સામાન્ય ઈજા થઈ છે. આ ઘટના સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી. જ્યારે દુષ્યંત ચૌટાલા હિસારથી સિરસા જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી ચૌટાલાનો આબાદ બચાવ થયો હતો. હિસાર પોલીસના પ્રવક્તા વિકાસ કુમારે જણાવ્યું હતું કે કાફલાની આગળ જઈ રહેલા ટ્રકના ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક લગાવ્યા બાદ કાફલાના બે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. જેમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. તેમણે જણાવ્યું કે સ્પીડ ઓછી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ગાઢ ધુમ્મસનાં કારણે અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનાના થોડા સમય બાદ ડેપ્યુટી સીએમ બે સુરક્ષા વાહનો સાથે સિરસા જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે સિરસામાં આજે નાયબ મુખ્ય મંત્રી જાહેર સભાને સંબોધવાના છે.
આ પાંચ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડવેવનું એલર્ટ
દેશમાં 21 ડિસેમ્બરથી શીત લહેરનો પ્રકોપ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી શકે છે. સવારના સમયે પવનની ગતિ પણ વધુ રહેશે. હવામાન વિભાગે આજે એટલે કે 20 ડિસેમ્બરે ઘણા શહેરોની વિઝિબિલિટી રિપોર્ટ જાહેર કર્યો છે. જમા દિલ્હીના પાલમમાં સવારે 5.30 વાગ્યે વિઝિબિલિટી 25 મીટર હતી જ્યારે સફદરજંગમાં 50 મીટર હતી. અત્યંત ગાઢ ધુમ્મસને કારણે પંજાબના ભટિંડામાં ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી. અમૃતસર, પટિયાલા અને લખનૌમાં વિઝિબિલિટી 25 મીટર નોંધાઈ છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીનાં ચમકારા સાતેહ ગાઢ ધુમ્મસ છવાઈ જશે.