Gujarat

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સતત 9મી વખત રાજ્યનું બજેટ રજૂ કરશે

GANDHINAGAR : રાજ્યના સુગ્રથિત સર્વાંગી વિકાસ માટે અંદાજપત્રની ભૂમિકા મહત્વની છે ત્યારે વર્ષ ૨૦૨૧-૨૨નું આગામી અંદાજપત્રને સંપૂર્ણ તૈયારી કરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ( NITIN PATEL) જણાવ્યું હતું કે, અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર જે ચર્ચાઓ થઇ જેમાં મુખ્યત્વે કૃષિ સહકાર અને પશુપાલન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, ઉર્જા વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ સહિતના તમામ વિભાગોના અંદાજપત્રના આયોજન માટે વિભાગવાર ૧ થી ૨ કલાક સુધી વિગતવાર ચર્ચાઓ થઇ હતી.

નવી યોજનાઓ તથા આગામી વર્ષના આયોજન માટે વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ અંદાજપત્રને આખરી ઓપ અપાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વર્ષ ૨૦૦૨-૦૩માં ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨, વર્ષ ૨૦૧૩-૧૪માં ૨૦મી ફેબ્રુઆરી-૨૦૧૩, વર્ષ ૨૦૧૪-૧૫ (લેખાનુદાન) ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૪, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૧મી ફેબ્રુઆરી-૨૦૧૭, વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૦ ફેબ્રુઆરી-૨૦૧૮, વર્ષ ૨૦૧૯-૨૦માં (લેખાનુદાન) ૧૯મી ફેબ્રુઆરી – ૨૦૧૯, વર્ષ ૨૦૧૯-૨૦માં (ફેરફાર કરેલ) ૨જી જુલાઇ-૨૦૧૯, વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૬મી ફેબ્રુઆરી-૨૦૨૦ના રોજ રાજ્યનું અંદાજપત્ર વિધાનસભા ખાતે રજૂ કર્યુ હતું અને આ વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર ૩જી માર્ચ ૨૦૨૧ના રોજ રજૂ કરવામાં આવનાર છે. આમ નાણાં મંત્રી તરીકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સતત નવમી વાર રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે

3 દિવસ ચર્ચા કરવામાં આવશે.પ્રથમ દિવસે રાજ્યપાલ (RAJAYPAL) સભાગૃહને સંબોધન કરશે અને પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકી (MADHAVSINH SOLANKI) અને કેશુભાઈ પટેલને (KESUBHAI PATEL) શ્રદ્ધાંજલિ અપાશે. પૂર્વ ધારાસભ્યોને શ્રદ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ પણ પસાર થશે. રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર 3 દિવસ ચર્ચા કરવામાં આવશે. 

બજેટ સત્રમાં કેગના ઓડિટ અહેવાલ પણ રજૂ થશે. 1 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા 24 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે. માર્ચ 2 અથવા 3ના દિવસે અંદાજપત્ર રજૂ કરાશે. અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા માટે  5 દિવસ ફાળવાશે. અંદાજપત્રની માંગણીઓ પરની 12 દિવસ ચર્ચા થશે. લવ જેહાદ સુધારા સહિતના વિધેયકો રજૂ થશે. બજેટ સત્રમાં કેગના ઓડિટ અહેવાલ પણ રજૂ થશે

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top