Gujarat

ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ કોરોના પોઝિટિવ

ગુજરાતમાં હાલ કોરોના ( CORONA) એ અજગરી ભરડો લીધો છે . દિવસે દિવસે રાજ્યમાં કોરોના વાયરસના કેસ (Gujarat Corona Cases)  અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં દરરોજ રેકોર્ડબ્રેક કોરોના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 4 જ દિવસમાં 50 હજારથી વધુ કેસ અને 500 લોકોના મોત થયા છે. એક બાજુ દર્દીઓને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા , ઑક્સીજન નથી મળી રહ્યું. ત્યારે નીતિન પટેલ ( NITIN PATEL) પણ કોરોનાથી સંક્રમિત ( CORONA POSITIVE) થયા છે. આજે ગાંધીનગરના કોલવડા આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ ગૃહમંત્રી અમિત શાહ ( AMIT SHAH) અને વિજય રૂપાણીની ( VIJAY RUPANI) સાથે હતા. તેઓ સતત બે દિવસથી ગૃહમંત્રી અને મુખ્યમંત્રીની સાથે હતા. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને કહ્યું છે કે , શરૂઆતના પ્રાથમિક લક્ષણો જણાયા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જે પોઝિટિવ આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં જ કોરોનાની પરિસ્થિતિ અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. તો આજે તેઓ ગાંધીનગરના કોલવડા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

Most Popular

To Top