યુરોપના દેશોમાં હાલ ડીપેવિંગ નામની ઝૂંબેશ શરૂ થઈ છે. જેમાં લોકો પોતે જ રસ્તાની બાજુમાં લાગેલા પેવમેન્ટ, ટાઈલ્સ, બ્લોક વગેરે… કોંક્રીટ કે આસ્ફાલ્ટનું લેયર દૂર કરી જમીનને ખુલ્લી કરવાની અને ત્યાં માટી, ઘાસ, કે છોડ લગાવવાની ઝુંબેશ, ફ્રાંસ, બેલ્જિયમ, સ્વિત્ઝરલેન્ડ, યુ.કે. સહિતના દેશોમાં જોરદાર ચાલી રહી છે. પેવમેન્ટના કારણે વરસાદ પડે ત્યાં વરસાદને જમીનમાં ઊતરવાની જગા મળતી નથી અને ગરમીમાં વધારો થાય છે, તેથી આ લોકો આ રસ્તો અપનાવી રહ્યા છે. જ્યારે ભારતમાં ઉલટી ગંગા છે. વિશાળ કોરિડોર, એક્ષપ્રેસ હાઈવે, બૂલેટટ્રેન, ને કોંક્રિટના જંગલો રોજ ઊગી રહ્યા છે. જ્યાં ને ત્યાં પાકા રોડ, બ્લોકથી જમીન ઢાંકવામાં આપણે પાવરધા છીએ, ગરમી વધતી જાય છે. વરસાદ અનિયમિત થતો જાય છે. વૃક્ષો કપાય રહ્યા છે. યુરોપના દેશોની જેમ આપણે ક્યારે જાગ્રત થઈશું!?
બામણિયા – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભાગલાને દેશ માટે હંમેશા અનિચ્છનીય ન સમજવા
લગભગ 70 વર્ષ પહેલા ઝેકોસ્લોવાકિયાના ભાગલા ચેક રીપબ્લીક અને સ્લોવાકિયા તરીકે થયા. પરંતુ તેમના વચ્ચે કોઈ વિખવાદ કે દુશ્મની નથી. એવી જ રીતે સ્કેનડીનેવીયાના પણ ભાગલા નોર્વ અને સ્વીડન તરીકે થયા. ઉત્તર અમેરિકાના ભાગલા યુનાઈટેડ સ્ટેસ્સ અને કેનેડા તરીકે થયા. ભાગલા પડવા કંઇક એવું અનિષ્ટ નથી કે હમેશા અનિચ્છનીય હોય. તલાકનો અર્થ અરબી ભાષામાં આઝાદી છે. નરેન્દ્ર મોદી જ્યારે બડાઈ હાંક છે કે મેં મુસ્લીમ સ્ત્રીઓને તલાકથી આઝાદી અપાવી ત્યારે મને હસવું આવે છે.
સુરત – શબ્બીર સૈફી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.