મહિલાઓ માટે જ્વેલરી વગર કોઇ પણ ફંકશન અઘરું ગણવામાં આવે છે. જ્વેલરીમાં પણ દર વર્ષે નવો અને યુનિક ટ્રેન્ડ જોવા મળે છે. પણ શું તમે ક્યારેય ડેન્ટલ જ્વેલરી (Dental jewelry) વિષે સાંભળ્યુ છે ? જી હા યંગસ્ટર્સમાં હાલ આ યુનિક ટ્રેન્ડ તરફ જુકાવ વધતો જોવા મળી રહ્યો છે.
મોહક સ્માઇલ માટેનું આકર્ષણ
ટ્વિંકલ યોર સ્માઇલ!! (Smile) દરેક યુવાઓને પોતાની રોજબરોજની લાઈફ સ્ટાઇલમાં યુનિકનેશને વધારે પસંદ કરે છે, સારા દેખાવા માટે અનેક નુસખા અજમાવતા હોય છે. અને એમાયવળી સ્માઇલ કોને ના ગમે ? આથી પોતાની સ્માઇલ થતી સુંદર દેખાવા હાલ માનુનીઓ ટૂથ જ્વેલરી કે ટેટૂ કરાવી રહી છે. જેમાં તમે દાંત પર અલગ અલગ પ્ર્કારના રંગ અને શેપના ક્રિસ્ટલ લગાવડાવી શકો.
કેવી રીતે પહેરાય ?
ડેન્ટલ જ્વેલરી પેઇન લેસ છે. જેમાં તમે પસંદ કરો એ ટ્વિંકલિંગ પીસ એક સ્પેશ્યલ ગમથી ચોટાડવામાં આવે છે. દાટોમાં કોઈ પ્રકારનું ડ્રીલિંગ નથી કરવામાં આવતું. જેનાથી તમારા દાંતને કોઈ જ નુકશાન નહિ થાય.
ડાયસ્ટેમા ક્લોઝર: આગળના બે દાંત વચ્ચેની જગ્યાની સારવાર
સામાન્ય રીતે આગળના બે દાંત વચ્ચે જગ્યા હોવી એ નસીબનું ચિન્હ મનાય છે. વેલ, આવી માન્યતા કેટલાં અંશે સાચી છે તેની મને જાણ નથી પરંતુ કેટલાક લોકો માટે તે ઘણો મોટો અણગમાનો વિષય હોય છે. ડેન્ટલ તબીબોની ભાષામાં તેને ડાયસ્ટેમા તરીકે ઓળખાય છે. મોટેભાગે તે આનુવંશિક છે એટલે કે તે વડીલોમાંથી બાળકમાં આવી શકે છે. બે દાંત વચ્ચે જગ્યા હોવાનાં કારણે સ્માઈલ કરતી વખતે કંઈક અજુગતું લાગતું હોવાથી લોકોની નજર તેના પર પડે એં સ્વાભાવિક છે. આ કારણે ઘણા લોકો જાહેરમાં હસવાનું પણ ટાળતા હોય છે.
ડાયસ્ટેમાને બંધ કરવાથી આપના સ્માઈલ અને વ્યક્તિત્વમાં ધરખમ સુધારો મેળવી શકાય છે. આ માટે વિવિધ સારવારો ઉપલબ્ધ છે પરંતુ આપના માટે કઈ બેસ્ટ રહેશે તેનો આધાર આપની જરૂરિયાત, સારવાર માટે લગતો સમય તથા દર્દીની માનસિક, શારીરિક અને નાણાકીય મર્યાદાઓ પર આધારિત છે. ચાલો આવી કોસ્મેટિક સારવાર માટે ઉપલબ્ધ વિકલ્પોના ફાયદા અને નુકસાન વિષે સમજીયે: મોટેભાગે ડેન્ટિસ્ટ દ્વારા 1) ડેન્ટલ બ્રેસિસ 2) કમ્પોઝિટ વિનિયર 3) પોર્સેલીન વિનિયર જેવા વિકલ્પો આપવામાં આવે છે.
ડેન્ટલ બ્રેસિસ- આ પદ્ધતિમાં દાંતને તાર બાંધી ખસેડવામાં આવે છે. જો તમને પોતાની સ્માઈલમાં તાત્કાલિક ફેરફાર જોઈતો હોય તો આ વિકલ્પ આપ માટે નથી. કારણ કે બ્રેસિસ પદ્ધતિ વડે દાંતને ખસેડવામાં ઘણી વાર 1 વર્ષ જેટલો સમય લાગી શકે છે. આ સારવાર ભલે સમય માંગી લે છે, તેમ છતાં, તે ખુબજ સારો વિકલ્પ ગણી શકાય.