World

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ 1971ના યુદ્ધ સાથે સંબંધિત ભારતીય સૈન્યનાં વિજય સ્મારકના ટુકડા કરી નાખ્યા

બાંગ્લાદેશમાં દેખાવકારોએ 1971ના યુદ્ધ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્મારકને તોડી પાડ્યું હતું. મુજીબનગર સ્થિત આ સ્મારક ભારત-મુક્તિવાહિની આર્મીની જીત અને પાકિસ્તાની સેનાની હારનું પ્રતિક હતું. જેને પ્રદર્શનકારીઓએ તોડીને ટુકટા ટુકડા કરી નાંખ્યા હતા.

પ્રદર્શનકારીઓના હુમલા પહેલાં આવું હતું સ્મારક

16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ AAK નિયાઝીએ હજારો સૈનિકો સાથે ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતુ. તેમણે ભારતીય સેનાના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ-જનરલ જગજીત સિંહ અરોરાની સામે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતા. તેમની છબી આ સ્મારકમાં દર્શાવવામાં આવી હતી. જે ભારતની જીત અને પાકિસ્તાનના આત્મસમર્પણનું પ્રતિક હતું.

બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાને પરત ફરવાનું કહ્યું છે. હસીનાના રાજીનામા બાદ બનેલી સરકારમાં ગૃહ મંત્રાલયનો હવાલો સંભાળી રહેલા બ્રિગેડિયર જનરલ એમ સખાવતે કહ્યું છે કે હસીનાની પાર્ટીને નવા ચહેરાઓની જરૂર છે. તેમણે કહ્યું કે હસીનાને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા નથી તે પોતે ભાગી ગયા છે. સખાવતે કહ્યું છે કે તે પરત ફરી શકે છે, બસ દેશની સ્થિતિ ફરીથી ન બગાડે. સખાવતે એમ પણ કહ્યું કે હસીનાના દિલ્હીમાં રહેવાથી ભારત-બાંગ્લાદેશ સંબંધો પર કોઈ અસર નહીં પડે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓ વચ્ચે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ હિંદુ વિદ્યાર્થીઓને મળશે. હિંદુ વિદ્યાર્થી લઘુમતી અધિકાર આંદોલન જૂથ યુનુસ સરકાર સમક્ષ 8 માંગણીઓ રજૂ કરશે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, શેખ હસીનાના રાજીનામા બાદ હિન્દુ સમુદાય પર હુમલા સંબંધિત 205 ઘટનાઓ નોંધવામાં આવી છે.

કોંગ્રેસ નેતા શશિ થરૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે મોહમ્મદ યુનુસ ભારત માટે ખતરો નથી. તેમણે કહ્યું કે યુનુસનો પાકિસ્તાનની ISI કે જમાત-એ-ઈસ્લામી સાથે કોઈ સંબંધ નથી. તેઓ અમેરિકાની નજીક છે. આવી સ્થિતિમાં તેમની વચગાળાની સરકાર રચવાથી ભારત-બાંગ્લાદેશ સંબંધો પર વધુ અસર નહીં થાય.

Most Popular

To Top