વડોદરા: વડોદરા શહેરના ન્યુ વી આઈ પી રોડ સોનિયા નગર વસાહતના રહીશોને પાલિકાએ અગાઉ વારંવાર નોટિસ મકાન તોડવાની આપી છૅ. પાલિકાની દબાણ ની ટીમ દ્વારા મંગળવારના રોજ 110 કાચા-પાકા ઝુંપડા તોડવાનું ડીમોલેશન ની કામગીરી હાથ ધરવામાં આવનાર હતી પરંતુ પોલીસ દ્વારા બંદોબસ્ત ના મળતા ડીમોલેશન ને કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો જોકે ડીમોલેશન ને લઈને સ્થાનિકોએ સ્વેચ્છાએ સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. શહેરના ન્યુ વી આઈ પી રોડ સોનિયા નગર વસાહતના રહીશોને પાલિકાએ અગાઉ વારંવાર નોટિસ મકાન તોડવાની આપી છૅ. મંગળવારના રોજ સોનિયા નગર 110 કાચા-પાકા ઝૂંપડાં તોડવાનું ડીમોલેશન કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર હતો. પાલિકાની દબાણ ખાતાની ટીમે પોલીસ બંદોબસ્ત ના મળતા મોકૂફ રાખવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ સ્થાનિકોમાં ઉત્તેજના હતી . 87 પરિવારો પૈકી ૫૦ લાભાર્થીઓ ને લોન મળતાં સયાજીપુરા માં આવાસ ફાળવાયા છે .જોકે 30 સ્થાનિક લાભાર્થીઓ ને લોન પ્રોસેસ ચાલુ છે મોટાભાગના સ્થાનિક રહીશોએ આપમેળે જે સ્થળાંતર શરૂ કરી દીધું છે.
સોનિયા નગરમાં પોલીસ બંદોબસ્ત ના મળતા ડીમોલેશન મોકૂફ
By
Posted on