Dakshin Gujarat

બારડોલીના અસ્તાન ફાટક નજીક નિર્માણાધીન ઓવરબ્રિજને અડચણરૂપ 25 મિલકતોનું ડિમોલીશન

બારડોલી: સુરત જિલ્લાના બારડોલીમાં અસ્તાન ફાટક નજીક ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે. તેમ છતાં ઓવરબ્રિજને અડચણરૂપ મિલકતો દૂર કરવામાં આવી નહોતી. ત્રણ વાર તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી હોવા છતાં મિલકતદારો મિલકત ખાલી કરી રહ્યાં નહોતા. તેથી આખરે આજે બારડોલી પાલિકાએ પોલીસ બંદોબસ્ત હેઠળ અડચણરૂપ મિલકતોનું ડિમોલિશન કર્યું હતું.

આજે વરસતા વરસાદમાં બારડોલીની પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે અડચણરૂપ મિલકતો તોડવા પહોંચ્યા હતા. નોટિસ આપ્યા બાદ પણ મિલકત ધારકોએ દબાણ દૂર નહીં કરતા આજે પાલિકા એક્શનમાં આવ્યું હતું. બારડોલી પાલિકાનો સ્ટાફ તેમજ બારડોલી પોલીસની મદદ મેળવીને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન શરૂ કરાયું હતું. વરસાદી માહોલમાં સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અસ્તાન રોડ પર ચાલી રહેલ ડિમોલિશનમાં અસરકારક 25 જેટલી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. બારડોલી પાલિકા સ્ટાફ ડિમોલિશન કરવા પોહચતાં સ્થનિકોએ પાલિકા સ્ટાફ સાથે થોડું ઘર્ષણ પણ થયું હતું. નગરમાં અનેક ગેરકાયદે બાંધકામો છે. છતાં રાજકીય દબાણમાં એ બાંધકામો સામે પાલિકા તંત્ર વામણું જ પુરવાર થયું છે. બ્રિજ કામગીરીના વાંકે અનેક નાના મોટા દબાણો દૂર કરતા હવે આ વિવાદ વધુ વકરે તો નવાઈ નથી.

Most Popular

To Top