Charchapatra

લોકશાહી નથી આ ઠોકશાહી છે

લોકશાહી ફકત કહેવા પુરતી જ રહી છે. બહુમતી સરકાર બેફામ અને નિરંકુશ બની રહી છે. વિરોધ પક્ષોના હથિયાર બુઠ્ઠા થઇ ગયા છે. શાસક પક્ષના લુપહોલ્સ ખુલ્લા પાડનાર એક જવાંમર્દ કેજરીવાલ પાકયો જેણે લોક લાગણીની નાડ પારખી કેહવાતી લોકશાહીના પાયામાં ઉધઇની દવા નાખવાનું ભુલી ગયા લાગે છે.  જયાં મની અને મશલ્સ પાવર હોય ત્યાં ગુનાહિત માનસને છૂટો દોર મળે છે. ન્યાયતંત્રને પણ ગુલામ બનાવવાની તેઓમાં ત્રેવડ હોય છે. જયાં સંસદમાં બહુમતી ગુનાહિત માનસ ધરાવતા હોય કે ભૂતકાળ ખરડાયેલો હોય તેવા ઉમેદવારને ટીકીટ આપવાનો હેતુ શો? મતદારો અલેલટપુ અબધિર ઉમેદવારને સંસદમાં મોકલે છે. સાંસદો જ મેલી મથરાવટી ધરાવતા હોય ત્યારે લોકશાહીના બદલે ઠોકશાહી કહેવું વધારે ઉચિત રહેશે. એક હથ્થુ સત્તા ભોગવનાર કયારેક સરમુખત્યારનું વલણ અપનાવી આમ રૈયતને માનસિક રીતે પંગુ બનાવી દે છે. જેઓના વાણી, લેખનના સ્વાતંત્રયના ગળે ટુંપો દઇ દે છે. બહુમતી સરકાર સત્ય હકીકતને ઉજાગર થવા દેતી નથી. અડાજણ – મીનાક્ષી શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top