સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં આવેલા માલીની વાડી જે પહેલાં ફૂલવાડી તરીકે ઓળખાતી હતી તે જગ્યા પર રોયલ ટ્રેડિંગ ટાવર બનેલું છે અને તેની બાજુમાં ગવર્નમેન્ટ ક્વાર્ટર્સ બનેલા હતા, જે હાલ અન્ય આયોજન માટે તોડી પાડવામાં આવ્યા છે. સલાબતપુરા વિસ્તારમાં બાગ કે બગીચો નથી તેથી જો આ જગ્યાનો બાગ બગીચા તરીકે ઉપયોગ કરવામાં આવે તો સલાબત પુરામાં વસતાં રહીશોને ઘણો જ લાભ મળી શકે છે. દરેક એરિયામાં બાગ બગીચા બનાવી આપવામાં આવેલા છે. રૂસ્તમપુરામા છે, સગરામપુરામાં તલાવડી પાસે છે તેવી રીતના અન્ય પરામાં પણ બાગ બગીચા બનાવી આપવામાં આવેલા છે.
સલાબતપુરા વિસ્તારમાં પણ બાગ બગીચો હોવો જ જોઈએ તે નથી. આથી સલાબતપુરામાં વસતાં રહીશોની માંગણી છે કે આ ફૂલવાડીની ખુલ્લી થયેલી જગ્યામાં અન્ય કોઈ આયોજન ન કરતાં બાગ બગીચો જ બનાવી દેવામાં આવે તો લોકોને બગીચામાં લટાર મારવાની કે બેસવાની સુવિધા મળી શકે છે. સલાબતપુરાના હાલના કોર્પોરેટર તેમજ પૂર્વ કોર્પોરેટરોએ એસએમસીમાં રજૂઆત કરવી જોઈએ જેથી કરીને લોકોને રિલેક્સ થવા નાના તો નાના બગીચામાં બેસવાની કે ટહેલવાની સવલત મળી રહે. આ બાબતે એસએમસીના સત્તાધીશો તાકીદે બાગ બગીચાનું આયોજન કરે તે જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
