આણંદ : આણંદ શહેરમાં વસતા વાલ્મીકી સમાજની સ્મશાનની જમીનને સમતળ કરી જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી અને સ્મશાનની અન્ય કામગીરી અનુસુચિત જાતિની ગ્રાન્ટ દ્વારા કે અન્ય યોજનાકીય ગ્રાન્ટમાંથી કરી આપવા માગણી કરવામાં આવી છે. આણંદના સમસ્ત વાલ્મીકી સમાજના પ્રમુખ કિરણકુમાર સોલંકીએ રજુઆતમાં જણાવ્યું હતું કે, આણંદ શહેરમાં વસતા વાલ્મીકી સમાજના અવસાન પામેલા વ્યક્તિને સ્મશાન માટેની જમીન કૈલાસભૂમિ પાસે આવેલા શહીદ વનની બાજુમાં આવેલી છે. આ જમીન આણંદના સમસ્ત વાલ્મીકી સમાજના લોકોના સ્મશાન માટે 28મી ઓક્ટોબર,16ના રોજ હુકમ કરી ફાળવી આપવામાં આવી છે. આ જગ્યા પર મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયાં છે, ઝાડી – ઝાંખરીઓ ઉગી ગયાં છે. તે દુર કરવા માગણી કરવામાં આવી છે. આ જગ્યા પર ખાડાઓ પુરવા, જગ્યા સમતળ કરવા, ફરતે દિવાલ બનાવવા સહિતની કામગીરી કરવા માગણી કરવામાં આવી છે.
વાલ્મિકી સમાજના સ્મશાન ફરતે દિવાલ બનાવવા માંગ
By
Posted on