વડોદરા : વડોદરા શહેરના સમા તળાવ ખાતે મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ માટે હાઈમાસ્ટ બનાવ્યું છે.જ્યાં 26 મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટના રોજ નહીં પરંતુ બારેમાસ રાષ્ટ્રધ્વજ ફરકતો રહે તેવી માંગ સામાજીક કાર્યકરે કરી છે. વડોદરા શહેરના સમા તળાવ પાસે વડોદરા મહાનગર પાલિકા દ્વારા રૂ.42 લાખની માતબર રકમના ખર્ચે રાજ્યનો સૌથી ઉંચો હાઈમાસ્ટ બનાવ્યો હતો. જેનુ વર્ષ 2017 માં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થયુ હતું.જોકે વારંવાર ધ્વજ ફાટી જતો હોવાથી વિવાદ સર્જાતો હતો.જેથી છેલ્લાં 2 વર્ષ કરતા પણ વધુ સમયથી ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનુ બંધ કરાયુ હતું.
એ પછી માત્ર 26 મી જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું નક્કી કરાયું છે.આગામી તા .15 મી ઓગસ્ટને લઈને ધ્વજારોહણ માટેની તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરાઈ છે.ત્યારે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે જે રીતે આજે સાફ સફાઈ કરવામાં આવી રહી છે.ટાઇલ્સ મારબલ બદલવામાં આવી રહ્યા છે.અહીંયા કોઈ સત્તાધારી પક્ષના લોકો ડોકિયું કરવા પણ આવતા નથી.અને હાલ અચાનક વડોદરા મહાનગર પાલિકાના સત્તાધીશો દ્વારા અચાનક રાષ્ટ્ર ભાવના બતાવવામાં આવી રહી છે. ત્યારે અન્ય રાજ્યોમા રાષ્ટ્રધ્વજ લગાવ્યો છે. તે 24 કલાક રાષ્ટ્રધ્વજ ફરકતો રાખ્યો છે તેમ વડોદરા શહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકતો રાખે તેવી માંગણી કરી છે.