Madhya Gujarat

કપડવંજમાં મહિલા પોલીટેકનીકની માગણી

કપડવંજ: ખેડા જિલ્લામાં એકપણ મહિલા પોલીટેકનીક ન હોવાથી ખેડા જિલ્લાની દિકરીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.ત્યારે કપડવંજ ડાકોર રોડ ઉપર આવેલ પી.એન.ટેકનિકલ હાઈસ્કુલ કે જે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. પી.એન.ટેકનીકલ હાઈસ્કુલ જ્યારે બંધ હતી તે સમયે ખેડા તાલુકાની ડીપ્લોમા પોલીટેકનીક કોલેજ હંગામી ધોરણ સુધી ચાલુ હતી.જયારે તેનું ઈન્ફાસ્ટ્રક્ચર બની જતા ખેડા તબદીલ થઈ ગઈ છે.વિશાળ જગ્યામાં પથરાયેલ અને સંપૂર્ણ સુવિધા સાથેના સંકુલમાં સરકાર જો મન બનાવે તો વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે બહેનો માટેની પોલીટેકનીક કોલેજ શરૂ થઈ શકે તેમ છે.જે સમગ્ર ખેડા જિલ્લામાં નથી.તેનો લાભ વિધાર્થીઓને સરકાર આપી શકે તેમ છે.હાલ ટેકનીકલ સ્કુલમાં ઈ.ચા.આચાર્ય અને વોચમેન ફરજ બજાવે છે.

કપડવંજની પી.એન.ટેકનીકલ હાઈસ્કુલમાં મહિલા પોલીટેકનીક શરૂ કરવા કપડવંજ પાલિકાના સદસ્યા નરેશા વ્રજેશભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રી,શિક્ષણ સચિવ,ટેકનીકલ એજ્યુકેશન કમીશ્નર તથા કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પી.એન. ટેકનનીકલ હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફના અભાવે બિસ્માર હાલતમાં છે.તેમજ કેમ્પસમાં સરકારી ક્વાર્ટસ, આચાર્ય-ચોકીદારના ક્વાર્ટસ, શૌચાલયની વ્યવસ્થા,પીવાનું શુધ્ધ પાણી,થ્રી ફેજ લાઈન તથા વિદ્યાર્થીનીઓ માટે જરૂરી શૈક્ષણિક સાધનો અને બેઠક માટેની વ્યવસ્થા હોવા છતાં પણ શિક્ષકોની કમીને કારણે ઉપરોક્ત ટેકનીકલ બિલ્ડીંગ બિસ્માર હાલતાં પડી રહેલ છે.

તેમજ ન્યુ દિલ્હીથી તાલીમાર્થીઓને એન.સી. વી.ટી.નું પ્રમાણપત્ર આપવામાં આવે છે.જે સમગ્ર દેશમાં માન્યતા પ્રાપ્ત થયેલ છે.સદર હાઇસ્કુલમાં દરેક પ્રકારના અભ્યાક્રમોની ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા પરવાનગી મળેલી છે.તમામ સુવિધાઓ હોવા છતાં પણ શિક્ષકો પર્યાત ન હોવાને કારણે તથા મહીલા પોલીટેકનીક ન હોવાને કારણે કપડવંજ શહેર તથા તાલુકાની ન વિદ્યાર્થીનીઓને હાલ તેનો લાભ મળતો નથી.ભારત સરકાર તથા ગુજરાત સરકાર મહીલાઓમાં સ્કીલ ડેવલલોપમેન્ટ માટે યુવતીઓને પ્રોત્સાહિત થાય તે માટે અવનવી યોજનાઓ તથા સરકારી અને ખાનગી ક્ષેત્રોમાં ઉપયોગી થાય તે રીતે યુવતીઓ જાગૃત કરવાનો પ્રયાસ કરી રહેલ છે.

તથા જો મહીલા પોલીટેકનીક શરૂ કરવામાં આવે તો હોસ્ટેલની સુવિધા તથા સંસ્થા પાસે વિશાળ જગ્યા ઉપલબ્ધ છે. જ્યારે કપડવંજ તાલુકા ને અડીને મહીસાગર જીલ્લો, અરવલ્લી જિલ્લો, એ ગાંધીનગર જિલ્લો આવેલો છે આ વિસ્તારની વિદ્યાર્થીનીઓ ને આ પોલીટેકનીક નો લાભ મળી શકે તેમ છે કપડવંજ તથા આજુબાજુના તાલુકાઓનીઓને ટેકનીકલ વિષયમાં પોતાની પ્રગતિ કરે અને ખાસ અભ્યાસક્રમો માટે બહારગામ અભ્યાસ કરવા માટે જવું ના પડે તે માટે સંબંધિત વિભાગને સુચના આપી વિદ્યાર્થીનીઓના હિતમાં સ્તવરે નિર્ણય લેવાય તે માટે તેઓએ અનુરોધ કર્યો છે.

Most Popular

To Top