Vadodara

રાત્રી બજારની જે દુકાનો હજી વેચાઇ નથી ત્યાં સરકારી હોસ્પિ.ખોલવા માગ

વડોદરા: આજવા રોડ આવેલ રાત્રી બજાર ઘણા વર્ષો સુધી ખંડેર હાલતમાં છે જેને લઇને થોડા દિવસ અગાઉ યુવા જનજાગૃતિ પાર્ટીએ રાત્રી બજાર ને બદલે સરકારી હોસ્પિટલ બનાવવાની માંગ કરી હતી. તંત્ર ને 5 દિવસ માં યોગ્ય  જવાબ આપવામાં નહીં આવે તો ધરણા કરવાની ચીમકી આપી હતી. આજે કાર્યકર્તાઓ તંત્રની સામે ધરણા કરવા બેઠા હતા ત્યારે બપોદ પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કરી ૧૦ જેટલા કાર્યકર્તાઓ ની અટકાયત કર્યા બાદ છોડી મુકવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં આવેલ આજવારોડ રાત્રી બજાર ઘણા વર્ષોથી ખંડેર હાલતમાં જોવા મળે છે. જય અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે . યુવા જનજાગૃતિ પાર્ટીએ થોડા દિવસ અગાઉ કલેકટરને રાત્રી બજાર જેની દુકાનો હજી સુધી વેચાઇ નથી એના બદલે સરકારી હોસ્પિટલ ખોલવાની મંજૂરી માગી હતી જો પાંચ દિવસમાં યોગ્ય જવાબ નહી આવે તો સરકાર સામે ઘણા વિરોધ કરવાની ચીમકી આપી હતી .આજરોજ યુવા જનજાગૃતિ પાર્ટી દ્વારા રાત્રી બજાર ને શરૂ કરવામાં આવે અથવા આજુબાજુના રહીશો માટે આ જગ્યાનો ઉપયોગ હોસ્પિટલ માટે કરવામાં આવે તેવી માંગ સાથે આજ રોજ ધરણાં કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

સાથે સામાજિક કાર્યકર કલ્પેશ પરમાર પણ જોડાયા હતા. બાપોદ પોલીસ દ્વારા તેઓની જાહેરનામા ભંગ કરવામાં આવતા ૧૦ જેટલા કાર્યકર્તાઓ ને અટકાયત કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે ભારત દેશમાં વિરોધ કરવો અથવા તંત્રને જગાડવા માટે આમ નાગરિક મેદાને આવે છે તે ગુનો છે.? ટૂંક સમય પહેલાં ભાજપના કેટલાક નેતાઓ દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓની ધરપકડ કેમ કરવામાં ન આવી. તંત્રને રજૂઆત કરી હતી કે જલદીમાં જલદી રાત્રી બજાર ને બદલે સરકારી હોસ્પિટલ ચાલુ કરવામા આવે.

Most Popular

To Top