Vadodara

શહેરમાં ચાલતા દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ બંધ કરવા માગણી

વડોદરા: વડોદરામાં ચાલતા દારૂના ધંધા બંધ કરાવવા મામલે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં દારૂ બંધીના કાયદાની કડક અમલવારી કરવામાં આવે સાથે જ વડોદરા શહેરમાં વેચાતો દારૂ બંધ કરવામાં આવે તે માટે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા પોલીસ ભુવન ખાતે પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.આવેદનપત્રમાં જણાવ્યાનુસાર છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે.

આ મામલે અવાર-નવાર જાગૃત નાગરિકો દ્વારા સોશિયલ મીડિયામાં પણ વિડિયો જાહેર કરવામાં આવ્યા હતા.વિડિયો પરથી માલુમ થાય છે કે દારૂનું વેચાણ પૂરજોશમાં કાયદાના ભય વિના થઇ રહ્યું છે.તેમજ શહેરના નામચીન બૂટલેગરો દ્વારા શહેરમાં દારૂનો ભરપૂર સપ્લાય થઈ રહ્યો હોય.જેની બદોલત જ વડોદરામાં ચોક્કસ દારૂ મળી શકે. જાગૃત નાગરિકોને આપની ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી સમયમાં કડક માં કડક કાર્યવાહી કરીને આવા દારૂના મોટા સપ્લાયરો તેમજ દારૂનો ધંધો કરી સમાજને દૂષિત કરનારાઓ પર એક્શન લઈને વડોદરા શહેરને દારૂ મુક્ત બનાવશો.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જો પોલીસ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડશે તો કરણી સેના જાતે જ મેદાનમાં આવશે.

Most Popular

To Top