સુરત: (Surat) સુરત જિલ્લા પંચાયતના સભ્ય સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે કલેક્ટરને જિલ્લામાં લગાવાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતારવા માંગ કરી છે. કારણકે રાત્રી દરમ્યાન વાહનની લાઈટનો પ્રકાશ હોર્ડીંગ્સ (Hoardings) ઉપર પડતા સામેના વાહન ચલાવનાર વ્યકિતની આંખ ઉપર પ્રકાશ ૫ડતા અકસ્માત થવાની શક્યતા વધુ હોય છે. બીજી તરફ કીમમાં (Kim) બનેલી ઘટનામાં જવાબદાર સરકારી બાબુઓ સામે ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે. આ ઘટના માટે જરૂરી સિગ્નલ, સાઈનસ, સ્પીડ લીમીટ, ડીવાઈડર ઉપર જોખમી રીતે સુઈ નહી જાય તેની તેની પૂરતી કાળજી કે તકેદારી રાખવાની જેમની જવાબદારી છે તે તમામ સરકારી બાબુઓ અને અધિકારીઓ અધિકારીઓ સામે પણ ફરિયાદની માંગ ઉઠી છે.
જિલ્લા પંચાયત સભ્યએ રજૂઆત કરતા જણાવ્યું છે કે, જિલ્લામાં અનેક તાલુકાઓમાં રોડ ઉપ ઠેર-ઠેર કોઈ પણ પરવાનગી વિના ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. હાલમાં જ કીમ ખાતે બનેલી ઘટનામાં ૧૫ મજૂરોના મોત થયા હતા. સુરત શહેર અને જિલ્લો મળીને બે લાખથી વધુ પ્રવાસી મજબુરીવશ ફૂટપાથ ઉપર રાતવાસો કરી રહ્યા છે. આ ઘટનામાં પોલીસે ડ્રાઈવર અને ક્લીનર સામે ફરિયાદ દાખલ કરી સંતોષ માન્યો છે. વાસ્તવમાં આ ઘટના માટે જરૂરી સિગ્નલ, સાઈનસ, સ્પીડ લીમીટ, ડીવાઈડર ઉપર જોખમી રીતે સુઈ નહી જાય તેની તેની પૂરતી કાળજી કે તકેદારી રાખવાની જેમની શેરી જવાબદારી છે તે તમામ સરકારી બાબુઓ અને અધિકારીઓ બિનધાસ્ત ફરી રહ્યા છે. આ જવાબદાર અધિકારીઓ સામે પણ ફરિયાદની માંગ ઉઠી છે.
અકસ્માત માટે જવાબદાર ગેરકાયદે લાગેલા હોર્ડીંગ્સ
ઓલપાડથી સાયણ જતા રોડ પર, કામરેજ ચાર રસ્તાથી સુરત જતા રોડ, દેલાડ પાટિયાથી અમરોલી, સાયણ સુગરથી કીમ, કડોદરાથી બારડોલી, કઠોરથી અબ્રામા સહિતના તમામ માર્ગ મકાન વિભાગના રોડની બાજુ – બાજુમાં ગેરકાયદેસર રીતે હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા છે. જેને કારણે રાત્રી દરમ્યાન વાહનની લાઈટનો પ્રકાશ હોર્ડીંગ્સ ઉપર પડતા સામેના વાહન ચલાવનાર વ્યકિતની આંખ ઉપર પ્રકાશ ૫ડતા અકસ્માત થવાની શક્યતા વધુ હોય છે. ઘણી વખત વાહન ચાલક આવી જાહેરાતવાળા હોર્ડિંગ્સ જોવામાં ધ્યાન ચુક્તા અકસ્માત થતા હોય છે. આ તમામ હોર્ડિંગ્સ ગેરકાયદે હોવા છતાં માર્ગ મકાન વિભાગ કાર્યવાહી કરતી નથી. જે માટે દર્શન નાયકે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.