Vadodara

એટીકેટીની પરીક્ષા ફી પરત કરવા વિદ્યાર્થી સંગઠનો દ્વારા માગણી

વડોદરા: રાજય સરકાર દ્વારા એકેડેમિક પ્રોગ્રેશનના આધારે માસ પ્રમોશન આપવાનો નિર્ણય બે વાત યુનિવર્સિટીના બધાજ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં લઇ જવામાં આવ્યા છે. ત્યારે યુનિવર્સિટીના ભાગતા વિદ્યાર્થીઓનો સેમેસ્ટર પરિક્ષાઓ એક કે બે વિષયના ઓછા મારકે આવતો એટીકેટી આપવામાં આવે છે. અને સત્રના મધ્યમાં એટીકેટીની લેખિત પરીક્ષા લેવામાં આવે છે. અને વિદ્યાર્થીઓ પાસ થાય તો તેમનુ સેમેસ્ટર કે વર્ષ બગડતુ નથી.

આજે એક વિષયને બદલે બે અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓ દૂર કરવા આવેદનપત્ર આપીને એટીકેટી પરીક્ષા ફી પરત કરવાની માંગ કરવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમા વિવિધ વિદ્યાર્થીઓ સંગઠનો કાર્યરત છે. અને તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્તનોની રજૂઆત કરીને તેનો ઉકેલ આવે તે માટે સત્તાધીશોને રજૂઆત કરીને સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થાય છે. સાયન્સ ફેકલ્ટીમાં કાર્યરત ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસીએશન વિદ્યાર્થી સંગઠન દ્વારા રજિસ્ટારને ઉદ્દેશીને એક આવેદનપત્ર તૈયાર કરવામાં આવ્યુ હતુ.

જેમાં માસ પ્રમોશન આપવામાં આવ્યુ હોવાની એટીકેટીની પરીક્ષા યોજવામાં આવનાર ન હોવાથી એટીકેટીના વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષા ફી ભરી છે. તેમને પરત કરવા માગે અગાઉ રજૂઆત કરી હતી. જેના પગલે ૯ર૦ રૂપિયા એટીકેટીની પરીક્ષા ફી જલદી પરત આપીશુ જે હજી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવા માટે રજિસ્ટારને આવેદનપત્ર આપીને સત્વરે જમા કરાવવા રજૂઆત કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ ૧૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એટીકેટીની પરીક્ષામાં બેસનાર છે તેથી તેમને ફી પરત કરવા માંગ કરાઇ છે.

જ્યારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી સંગઠ એજીએસયુ દ્વારા પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના જે વિદ્યાર્થીઓએ એટીકેટીની પરીક્ષા ફોર્મ ભરીને ફી પરત કરવાની માંગ કરતા આવેદનપત્ર યુનિફના સત્તાધીશોને આપવામં આવ્યુ હતું. જ્યારે માસ પ્રમોશન આપવામાં આવતા પરીક્ષા લેવાની નથી.

ત્યારે વિદ્યાર્થીઓએ ભરેલ ૬૬૦ રૂપિયા પરીક્ષા ફી પરત કરવાની માંગ કરવામાં આવી છે. કોરોના કાળમાં વર્ષ ર૦ર૦-ર૧ માં એડમીશન ફી મા પણ રાહત આપવાની વાત કરી હતી તે હજી સુધી મળી નથી. તેને પણ વહેલામાં વહેલી તકે આપવાની માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top