Vadodara

બરોડા ડેરીમાં ચાલતી ગેરરીતિની તપાસ કરવા કોંગ્રેસ દ્વારા માગણી

વડોદરા : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્યોએ આક્ષેપ મુકતા કોંગ્રેસ ગેલમાં આવી હતી. જિલ્લા કોંગ્રેસે બરોડા ડેરીના પૂર્વ ચેરમેન નરેન્દ્ર મુખીના આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ડેરીમાં ચાલતી ગેરરીતિ સામે તપાસની માંગ કરી હતી. બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય કર્યો હતો. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં ગેરીરીતી  અને ડિરેક્ટરો  ના સગા વ્હાલાઓને નોકરી પર લેવામાં આવે છે. તેવા 14 મુદ્દા નો આક્ષેપ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા કરવામાં આવ્યો હતો.24કલાકમાં જ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બરોડા  ડેરીના પ્રમુખ દિનેશ પટેલ સાથે ભેળસેલિયુ સમાધાન કરી લીધું હતું.

આજે જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ અને પૂર્વ ડેરીના ચેરમેન નરેન્દ્ર મુખીના આગેવાનીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો અને ડેરી માં ચાલતી ગેરરીતિઓ ની સામે તપાસની માંગ કરી હતી. વધુમાં નરેન્દ્ર મુખીએ જણાવ્યું હતું કે જો ડેરીમાં ભ્રષ્ટાચારના થયો ન હોત તો સમાધાન ન થાત. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટે ડેરીના પશુપાલકના મુદ્દાને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે બરોડા ડેરી દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા કિલો ફેટ એ જે ભાવ નક્કી કરેલા છે તેમાં 675 રૃપિયા છે પરંતુ મંડળી 650 રૂપિયા લેખે જ ચુકવવામાં આવે છે. પૂરેપૂરો ભાવ પશુપાલકો ને મળવો જોઈએ. જે રૂપિયા કાપી લે છે તે વ્યાજ સહિત ચૂકવવામાં આવે.ભાવ ફેર માં નહીં અલગથી આપવામાં આવે. પશુપાલકો જે બરોડા ડેરી નું દાણ લે છે તે ભાવમાં ઘટાડો થવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં ડેરીમાં કર્મચારીઓને કેટલી ભરતી કરવામાં આવી ? તે તપાસવામાં આવે.

Most Popular

To Top